રાજકોટ
News of Thursday, 17th May 2018

હનુમાન મઢી પાસે નાણાંની ખેંચના કારણે ચીરાગ ધકાણે ફીનાઇલ પી લીધુ

રાજકોટ તા ૧૭ : હનુમાન મઢી પાસે સોની યુવાને ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

મળતી વિગત મુજબ રૈયા રોડ હનુમાન મઢી ચોક નવઘણ ચા વાળાની શેરીમાં રહેતો ચીરાગ સુરેશભાઇ ધકાણ (ઉ.વ.૨૩) એ ગઇકાલે પોતાના ઘરે ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતા ગાંધીગ્રામ  પોલીસ મથકના એ.એસ.આઇ. રવજીભાઇ પટેલે તપાસ આદરી છે.

પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યા મુજબ ચીરાગ સોની કામ કરે છે. નાણાંની ખેંચના કારણે આ પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યુ છે. (૩.૭)

કડાબાની હમીદા લાખાએ ફીનાઇલ પી લીધુ

કડાબા ગામમાં રહેતી હમીદા યાસીનભાઇ લાખા (ઉ.વઉ૨૦) એ ગઇકાલે પોતાના ઘરે ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. આ  અંગે કુવાડવા પોલીસે તપાસ આદરી છે

આંબેડકરનગરની યુવતીએ ફીનાઇલ પી લેતા દાખલ

ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૧ માઁ રહેતી સોનલ રાજેશભાઇ પરમાર (ઉ.વ.૨૧) એ બે દિવસ પહેલા પોતાના ઘરે ફીનાઇલ પી જતા તેને સારવાર માટે ખસેડાઇ હતી બાદ તેને રજા આપતા ઘરે જતી રહી હતી ગઇકાલ ેતેની તબીયત લથડતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

(4:11 pm IST)