રાજકોટ
News of Thursday, 17th May 2018

પરિણિતા અને તેની સગીર પુત્રીને ભરણ-પોષણ ચુકવવા ફેમેલી કોર્ટનો હુકમ

રાજકોટ, તા.૧૭: અરજદારે કરેલ ભરણપોષણના કેસમાં વચગાળાના માસીક રૂ.પપ૦૦/ ભરણપોષણ પેટે ચુકવી આપવા પતિને ફેમીલી કોર્ટે હુકમ કર્યો હતો.

અરજીની ટૂંક વિગત એવી છે કે, આ કામના અરજદાર જાગૃતિબેન જીતેન્દ્રભાઇ રતીલાલ જાગરીયા (પતી) રહે. અંજાર તા.જી.કચ્છ (ભુજ)વાળા વિરૂધ્ધ કી.પો.કોડ એકટની કલમ ૧૨પ નીચે ભરણપોષણ મેળવવા એડવોકેટ અલ્પેશ પોકીયા મારફત ફેમીલી કોર્ટમાં અરજી કરેલ હતી.

ફેમીલી કોર્ટએ અરજદારની અરજી મંજુર કરી વચગાળાના ભરણપોષણ પેટે મુળ અરજીની દાખલ તારીખથી અરજદાર નં.૧ ને રૂ.૪૦૦૦/ તથા પુત્રીને માસીક રકમ રૂ.૧પ૦૦/ આમ કુલ રૂ.પપ૦૦/ નિયમીત સામાવાળા પતીએ ચુકવવો તેવો હુકમ આ કામના અરજદારની તરફેણમાં કરેલ હતો.

આ કેસમાં અરજદાર જાગૃતીબેન જીતેન્દ્રભાઇ જાગરીયા વતી એડવોકેટ અલ્પેશ વી. પોકીયા, વંદના એચ.રાજયગુરૂ, કેતન જે. સાવલીયા, ભાર્ગવ જે. પંડયા, અમીત વી.ગડારા, રીતેષ ટોપીયા, પરેશ મૃગ, મોહીત રવીયા વીગેરે રોકાયેલા હતા.

(4:11 pm IST)