રાજકોટ
News of Thursday, 17th May 2018

કલેકટર રાહુલ ગુપ્તા ''અકિલા''ના અતિથિઃ મહત્વની મુલાકાત..

રાજકોટ તા.૧૭: અંદાજે એક મહિના પહેલા રાજકોટના ૪૮માં કલેકટર તરીકે ચાર્જ સંભાળનાર શ્રી રાહુલ ગુપ્તા આજે પોતાના વ્યસ્ત સમયમાંથી થોડો સમય કાઢી ''અકિલા''ના અતિથિ બન્યા હતા, અને ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે મહત્વની મંત્રણા કરી હતી.

કલેકટરશ્રીએ હાલ સરકારની અત્યંત મહત્વની એવી સુજલામ સુફલામ યોજના અંતર્ગત જિલ્લામાં તળાવો, ચેકડેમો ઉતારવાની કામગીરી, ઝીરો લેવલ તુમાર ફાઇલોનું સરલીકરણ, વિદ્યાર્થીઓને દાખલામાં પડતી મુશ્કેલીઓ-સરકારની આવી રહેલ મહત્વની યોજનાઓ, વિધવા-વિધુર સહાયમાં ઝડપી કામગીરી બીનખેતી-શરતભંગ-યોજના-કેસોનો ઝડપી નિકાલ સહિતની બાબતો અંગે વિશદ્ ચર્ચા કરી હતી, ચાર્ટડ એકાઉન્ટન્ટ શ્રી રાહુલ ગુપ્તાએ માત્ર એક મહિનામાં ...નિકાલ ઝુંબેશની ફળશ્રુતિ જણાવી હતી.

શ્રી રાહુલ ગુપ્તા.. ''અકિલા''ની ઓફીસ-તમામ વિભાગ નિહાળી ખુશખુશાલ બની ગયા હતા, ''અકિલા'' ઇ-પેપરની  કામગીરી જાણી હતી, આ ઉપરાંત ''અકિલા'' પેપર નીછાપકામપધ્ધતિ, સ્વદેશી મશીન નિહાળી અભિભુત થયા હતા, ''અકિલા'' ના શ્રી અજીતભાઇ ગણાત્રાએ પણ મશીન અંગે તમામ જાણકારી આપી હતી, કલેકટરશ્રીએ દરેક ડિપાર્ટમેન્ટની મુલાકાત લીધી હતી, તેમણે એક વાતચીતમાં કોઇપણ નાગરિક પોતાને ગમે ત્યારે ફરીયાદ-રજુઆતો અંગે મળી શકે છે તેવી ખાત્રી આપી હતી, તેઓએ સોમવાર-ગુરૂવાર ખાસ પત્રકારોને મળવા અંગે પણ નિર્દેશ આપ્યો હતો.

 તસ્વીરમાં કલેકટરશ્રી રાહુલ ગુપ્તા ''અકિલા'' કાર્યાલય આવી પહોંચ્યા તે નજરે પડે છે, બીજી તસ્વીરમાં કલેકટરને આવકારતા ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અને મહત્વની વિગતો આપતા કલેકટરશ્રી નજરે પડે છે. છેલ્લી તસ્વીરમાં કલેકટરશ્રી રાહુલ ગુપ્તાના ''અકિલા'' ખાતે આવી પહોચ્યા ત્યારે તેમને આવકારતા ''અકિલા''ના નિતીન પારેખ જણાય છે. કલેકટર શ્રી હવેથી દર સોમવારે સવારે ૧૦ થી ૧૦:૪૫ દરમિયાન પત્રકારો સાથે ખાસ વાતચીત કરશે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:56 pm IST)