રાજકોટ
News of Saturday, 17th April 2021

આજે પાંચમુ નોરતુઃ સ્કંદ માતાજીની આરાધનાનો મહિમાઃ કાલે નોરતુ છઠ્ઠુ દેવી કાત્યાયની માતાની આરાધના

રાજકોટ, તા. ૧૭ :. આજે પાંચમુ નોરતુ છે અને સ્કંદ માતાજીની આરાધનાનો મહિમા છે કાલે છઠ્ઠા નોરતે દેવી કાત્યાયની માતાજીની આરાધના કરાશે.

આજે પાંચમા નોરતે સ્કંદ માતાજીની આરાધના કરાય છે. સ્કંદમાતા એટલે કે સ્કંદમાતા એટલે કે સ્કંદ અથવા ભગવાન કાર્તિકેયના માતા, જે દેવ દાનવની લડાઈમાં દેવોના સેનાપતિ તરીકે પસંદ કરાયા હતા. દેવી સ્કંદમાતાના ચિત્રમાં તેમની સાથે સ્કંદ બાળસ્વરૂપે હોય છે. દેવી સ્કંદમાતા એ માતા-પુત્રના સંબંધોનું પ્રતિક છે. તેમને તે કમળના ફુલ પર પદ્મા સાથે બિરાજમાન રહેતા હોવાથી તેમને પદ્માસની પણ કહેવામાં આવે છે. તેમને પાર્વતી, મહેશ્વરી અથવા માતા ગૌરી તરીકે પણ પૂજવામાં આવે છે.

કાલે છઠ્ઠા નોરતે દેવી કાત્યાયની માતાજીની આરાધના કરાય છે. કાત્યાયની દેવીના નામ પાછળ માન્યતા એવી છે કે એક સમયે કાતા નામના એક મહાન ઋષિ હતા તેમને કાત્ય નામનો પુત્ર હતો. જેણે દેવીનું વરદાન મેળવવા માટે કઠોર તપ કર્યુ હતુ. દેવી પ્રસન્ન થતા તેણે વરદાન માંગ્યુ છે કે તમે મારા ઘરે પુત્રી રૂપે અવતરો. તેનુ વરદાન પુરૂ કરવા દેવી માતાને તેને ત્યાં કાત્યાયની તરીકે અવતાર લીધો. જે દેવી દુર્ગાનો જ એક અવતાર હતો.

(11:45 am IST)