રાજકોટ
News of Tuesday, 17th April 2018

રાજકોટના રૈયારોડ પર બહારના રાજ્યની યુનિ,ની બોગસ ડિગ્રીઓ સાથે ક્લાસીસ સંચાલક પ્રકાશ ગોહેલ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં:અનેક બોગસ ડિગ્રી મળી :મોટું કૌભાંડ ખુલવાની શકયતા

રાજકોટ રૈયા રોડ પર આમ્રપાલી પાર્ટી પ્લોટ પાસે સનરેંજ નામના કલાસીસના સંચાલક બહારં રાજ્યની જુદી જુદી બોગસ ડિગ્રીઓ વ્હેંચતીઓ હોવાની માહિતીના પગલે ક્રાઇમ બાન્ચે પ્રકાશ ગોહેલને સકંજામાં લઈને પૂછપરછ કરી હતી તેના ક્લાસીસમાંથી જુદી જુદી ડિગ્રીઓ મળી આવી છે આ ડિગ્રીઓ ક્યાથી લાવ્યો અને કોને કોને આપી તેની પૂછપરછમાં મોટા કૌભાંડ બહાર આવવાની શકાયતા છે

તસ્વીરોમાં જ્યાં દરોડો પડ્યો તે કલાસીસ જોઈ શકાય છે

(8:48 pm IST)