રાજકોટ
News of Tuesday, 17th April 2018

અક્ષય તૃતિયાએ સોનુ ખરીદવાનો સુવર્ણ અવસરઃ દિવાળી સુધીમાં ભાવમાં ભડકો થવાની સંભાવના

દિવાળી સુધીમાં સોનુ ૩૭ હજાર અને ચાંદી ૪૫ હજારની સપાટી કુદાવશેઃ વૈશ્વિક તણાવ વચ્ચે કિંમતી ધાતુમાં રોકાણની તકઃ નિષ્ણાંતોનો મત

રાજકોટ તા. ૧૭ : કાલે અક્ષય તૃતીયાના અવસરે સોનુ ખરીદવાનો સુવર્ણ અવસરે હોવાનું નિષ્ણાંતો માની રહ્યાં છે. આ વર્ષે ૧૮ એપ્રિલે અક્ષય તૃતીયા પર સોનું ખરીદવું રોકાણના હેતુંથી ફાયદાનો સોદો હશે. તેમ મનાય છે જોકે મોટા ભાગે લોકો અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાની બાબતને શુભ માને છે અને લગ્નની સિઝન વગેરે માટે ખરીદી આ દિવસે કરે છે. આ સિવાય ઘણાં લોકો રોકાણ માટે પણ સોનું ખરીદે છે.

બુલિયન માર્કેટના જાણકારોના મતે આગાઉની તુલનાએ સોનાનો ભાવ હાલમાં ઉંચો છે રૂપિયો નબળો પડતા સોનાના ભાવ વધુ છે રિદ્ઘિ સિદ્ઘિ બુલિયનના મેનેજીંગ ડાયરેકટર પૃથ્વીરાજ કોઠારીના માનવા મુજબ ચાલુ વર્ષે સોના ચાંદીમાં તેજીના સંજોગો છે ચાલુ વર્ષે દિવાળી સુધીમાં સોનાનો ભાવ ૧૦ ગ્રામે ૩૭ હજાર અને ચાંદીનો ભાવ ૪૫ હજારની સપાટીએ જોવા મળી શકે છે ચાંદીમાં હાલમાં સોના કરતા તેજી ઓછી છે પરંતુ ટૂંકાગાળામાં ઝડપી તેજીની શકયતા છે.

દરમિયાન હાલમાં અક્ષય તૃતીયાના આવસરે સોનાની ખરીદીની તક હોવાનું જણાવી ઇન્ડિયન બુલિયન એન્ડ જવેલર્સ એસો,ના સેક્રેટરી સુરેન્દ્ર મહેતાનું કહેવું છે કે સોનાના હાલમાં રાઇઝિંગ ટ્રેન્ડ છે હાલના અશાંત માહોલમાં વર્ષ ૨૦૧૮માં વૈશ્વિક માર્કેટમાં સોનુ ૧૪૫૦ ડોલરની સપાટીએ પહોંચશે અને ઘરેલુ માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૩,૫૦૦ની સપાટીએ પહોંચશે જયારે ચાંદીમાં પણ તેજીનો ટ્રેન્ડ જોવાશે.

  વધુમાં કેટલાક નિષ્ણાંતો એવું માની રહ્યાં છે કે આગામી બે વર્ષમાં સોનુ વર્લ્ડ માર્કેટમાં ૧૬૦૦ ડોલરની સપાટીએ પહોંચશે એકાદ વર્ષમાં સોનુ ૧૫૦૦ ડોલરને પાર જોવા મળશે વિપરીત સ્થિતિમાં પણ સોનુ ૧૩૦૦ ડોલરની સપાટીથી નીચે જવાની કોઈ શકયતા નથી સોનાના એકાદ વર્ષના ગાળામાં ૧૦ થી ૧૫ ટકાનું વળતર આપે તેવી શકાયતા છે.

બીજીતરફ ચાંદીમાં વૈશ્વિક બજારમાં ભાવ ૧૬ ડોલરથી ઘટે તેવી શકયતા નથી ભાવ ઉંચામાં વધીને ૨૦ થી ૨૧ ડોલરે પહોંચી શકે છે ભારતીય માર્કેટમાં ચાંદીનો ભાવ એકથી દોઢ વર્ષમાં વહીને ૪૨ હજરથી ૪૫ હજાર સુધી જોવાઈ શકે છે.

વૈશ્વિક માહોલ અને વેડિંગ સિઝનથી સોનાના ભાવમાં વધારોઃ રોકાણકારોનું આકર્ષણ વધશે

રાજકોટ તા. ૧૭ : અક્ષય તૃતીયાએ સોનાનો ભાવ ઉંચો છે ત્યારે નિષ્ણાંતોના માનવા મુજબ વેશ્વિક તણાવભરી સ્થિતિ અને આગામી લગ્નસરાની સિઝનને કારણે સોનાના ભાવમાં વધારો થઇ રહયો છે તાજેતરમાં અમેરિકાએ સિરિયા પર હુમલો કરતા લોકો સલામત રોકાણ તરફ વળી શકે છે. જયારે પણ આમ બને છે ત્યારે લોકો રોકાણ માટે સોનાને પ્રાથમિકતા આપે છે. આ કારણે અગામી દિવસોમાં સોનામાં તેજીનું અનુમાન છે.

આ વર્ષે અક્ષય તૃતીય પહેલા ગોલ્ડ માર્કેટમાં તેજી દેખાવવાની શરૂ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં ડિમાન્ડ વધવાને કારણે અગામા દિવસોમાં સોનાનો ભાવ વધી શકે છે.

એકસપર્ટનું કહેવું છે કે ઘણાં લોકોએ વેડિંગ સિઝનને જોતા ખરીદી શરૂ કરી છે. ઘણાં લોકો આ માટે અક્ષય તૃતીયાની રાહ જોઈ રહ્યાં છે. એવામાં તેમને આ માટે વધુ કિંમત આપવી પડી શકે છે.સોના માટે માર્કેટનું સેન્ટીમેન્ટ પોઝિટિવ છે. આ કારણે સોનાના ભાવ અગામી થોડા દિવસો સુધી ઉંચા રહી શકે છે.

સોનાના ભાવમાં એકધારો વધારોઃ ખરીદી વધતા છેલ્લા પાંચ દિ'માં ૮૦૦નો ઉછાળો

વૈશ્વિક માહોલ અને ખરીદારીથી કિંમતી ધાતુની કિંમતને ટેકો

રાજકોટ તા. ૧૭ : સોનાના ભાવમાં એકધારો વધારો થઇ રહયા છે અને આગામી દિવસોમાં પણ ભાવમાં સુધારો જળવાઈ રહેશે તેમ મનાય છે બુલિયન બાજરાના જાણકારોનું કહેવું છે કે, આ વર્ષે અક્ષય તૃતીયા અવસરે  સોનું ખરીદવું છે તો ખરીદનારે વધુ કિંમત ચૂકવવી પડશે. તેમનું કહેવું છે કે આ વર્ષે અક્ષીય તૃતીયા પહેલા છેલ્લા પાંચ દિવસમાં સોનાના ભાવમાં ૮૦૦ નો ઉછાળો નોંધાયો છે હાલમાં સોનાના ભાવ વધીને પ્રતિ ૧૦ ગ્રામ ૩૨ હજારની સપાટી કુદાવી છે.

   અક્ષય તૃતીયા પહેલા સરાફા બજારમાં સોનાની માંગ અચાનક વધી ગઈ છે. જયારે તેમાં તેજીના બીજા પણ કેટલાક કારણો જોડાયા છે. માંગ વધવાથી ગત સપ્તાહનો પ્રતિ ૧૦ ગ્રામ સોનાના ભાવમાં છેલ્લા ૫ દિવસમાં ૮૦૦ રૂપિયા વધીને ૩૨૩૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે પહોંચ્યો છે જે અગાઉના સુપ્તાહમાં સોનું ૩૧૪૭૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામનો ભાવ હતો.

(4:32 pm IST)