રાજકોટ
News of Tuesday, 17th April 2018

''સ્વચ્છતાએપ'' શોભાનો ગાઠીયો !!

સ્વચ્છતાએપમાં કરેલી ફરીયાદ એક ઘાએ ઉકેલાઇ જાય છે. પરંતુ માત્ર કાગળમા, હકીકતમાં નહીં. જાગૃત નાગરીક પ્રેમલ ભટ્ટે પુરાવા સાથે રજુઆત કરી

રાજકોટ તા. ૧૬ : મ્યુ.કોર્પોરેશન દ્વારા 'સ્વચ્છતાએપ'થી ગંદકીની ફરીયાદ તુરંત નિકાલ થઇ જાય છે. તેવી જાહેરાતો કરાય છ.ે પરંતુ આ હકિકતથી માત્ર કાગળિયામાંજ આ ''સ્વચ્છતા એપ''ની ફરીયાદનો નિકાલ થાય છે. હકિકતમાં નહી આ બાબતે જાગૃત નાગરીક પ્રેમલ ભટ્ટે પુરાવા સહિત રજુઆત કરી છ.ે

આ અંગે રાજહંસ સોસાયટીના નાગરીક પ્રેમલભાઇ ભટ્ટે રજુ કરેલ વિગતો મુજબ તેઓએ 'રાજહંસ સોસાયટીમાં ભુગર્ભગટરની કુંડી પાસે ગંદકી'નો ફોટો પાડી સ્વચ્છતા એપ મારફત ફરીયાદ નોંધાવી તો જવાબમાં આ કમ્પ્લેઇન રિ-સોલ્વડ એટલે કે ઉકેલાઇ ગઇ છે. તેવું લખાઇને આવ્યું અને બીજી વખત આજ કમ્પલેઇન કરવામાં આવતા કમ્પલેઇન રિજેકટ એટલે કે સ્વીકારવામાંજ ન આવી આમ 'સ્વચ્છ એપ'માં કાગળ ઉપર ગંદકીની ફરીયાદ ઉકેલાઇ ગઇ પરંતુ હકીકતે સ્થળ ઉપર ગંદકી યથાવત રહી હતી આમ સ્વચ્છતાએપ શોભાના ગાંઠીયો સાબીત થઇ રહ્યાનો આક્ષેપ પ્રેમલભાઇ ભટ્ટે કર્યો છ.ે(૬.૧૯)

 

(4:30 pm IST)