રાજકોટ
News of Tuesday, 17th April 2018

સ્ટોક એક્ષચેંજની સબસીડીયરી સીકયુરીટી ૬ બીડરો પૈકી કોની હાથમાં જશે? આજે થશે ફેંસલો

રાજકોટઃ શેરબજારની દુનિયામાંથી એકઝીટ લેનાર સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક એક્ષચેંજની સબસીડીયરી એસકેએસઇ સીકયુરીટીનાં વેચાણ માટેની અંતિમ તૈયારીઓ પુરીઃ સીકયુરીટીના વેચાણ માટે બેઝ પ્રાઇસ ૧૧ કરોડ રાખવામાં આવ્યા બાદ તે કબ્જે કરવા ૬ બીડરો વચ્ચે સ્પર્ધાઃ કેતન મારવાડી, જયેશ શેઠ, મોનાર્ક ઇન્ડ., ઇન્ડીયા ટ્રેડ બુલ્સ, મુકેશ દોશી વગેરેએ ભરેલી બીડ વિષે બુલ્સ, મુકેશ દોશી વગેરેએ ભરેલી બીડ વિષે અંતિમ નિર્ણય લેવા આજે સાંજે ૪ વાગ્યે સ્ટોક એક્ષચેંજના ઉપલા બોર્ડની મીટીંગઃ જેણે વધુ બીડ ભરી હશે તેના હાથમાં સીકયુરીટીનું સુકાન જશેઃ ટુંક સમયમાં તમામ ડીપી એકાઉન્ટધારકો નવા મેનેજમેન્ટ હેઠળ જશેઃ વર્ષો બાદ સ્ટોક એક્ષચેન્જથી સીકયુરીટીના છુટાછેડા થશેઃ આજની બેઠકમાં રૂ. ર.૮૦ કરોડની જુની સ્ટેમ્પ ડયુટીની જવબાદારી કોની એ બાબતે તડાપીટની સંભાવના

 

(4:28 pm IST)