રાજકોટ
News of Tuesday, 17th April 2018

જમીન વિકાસ બેંકના કૌભાંડમાં ઓબીસી અધિકારીઓ જ નિશાન : સિધ્ધાર્થ પરમાર

સમાજ કલ્યાણ અધિકારી જાની અને જુનાગઢના મેયર સંકળાયેલા છે, છતા કાર્યવાહી નથી થઇ : ભાજપ પર વહાલા દવલાની નીતિનો પૂર્વ ધારાસભ્યનો આક્ષેપ

રાજકોટ તા. ૧૭ :  જમીન વિકાસ બેંકમાં થયેલ ખેત તલાવડીના કૌભાંડમાં બક્ષીપંચના અધિકારીઓને નિશાન બનાવી વહાલા દવલાની નીતી અખ્યાતર થઇ હોવાનો આક્ષેપ પૂર્વ ધારાસભ્ય સિધ્ધાર્થ પરમારે કર્યો છે.

તેઓએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને ખુલ્લો પત્ર લખી જણાવ્યુ છે કે જેમણે ભ્રષ્ટાચાર કર્યો હોય તેમની સામે કડક પગલા લેવવાજ જોઇએ પરંતુ ભેદભાવભરી નીતિ રાખવામાં આવે તે સાંખી ન લેવાય. જુનાગઢમાં સામાજ કલ્યાણ અધિકારી શ્રી જાની જે રાજકોટ ચાર્જમાં છે તેમજ જુનાગઢ ભાજપના મેયર તેમના ટ્રસ્ટ દ્વારા ગરીબ વિદ્યાર્થીઓની કરોડોની સ્કોલરશીપની ગેરરીતી આચરવામાં આવી હોવાની પણ વાત છે છતા તેમાં એફઆઇઆર પણ થઇ નથી. ભીનુ સંકેલી લેવાયુ.

આવી  જ રીતે રાજય સરકારની સ્કીલ ડેવલપમેન્ટ યોજનામાં બેરોજગાર  યુવાનોને તાલીમ આપવાનો કોન્ટ્રાકટ ખાનગી સંઉસ્થાઓને અપાયો છે તેમાં એક બે સંસ્થા સૌ.યુનિ.ના બ્લેક લીસ્ટમાં હોવા છતા કોન્ટ્રાકટ શા માટે અપાયો?

જમીન વિકાસ બેંકના કૌભાંડને સસ્તી પબ્લીસીટીનો મુદદ્દો બનાવી દેવાયો. બન્ને કેસમાં કરોડોનું કૌભાંડ થયુ છતા સરકારે કોઇ કાર્યવાહી ન કરી. ત્યારે આ માટે જન આંદોલનની ફરજ પડશે તેમ અંતમાં પૂર્વ ધારાસભ્ય સિધ્ધાર્થ પરમાર (મો.૯૮૯૮૫ ૦૭૭૦૩) એ પત્રના અંતમાં જણાવેલ છે.

(4:26 pm IST)