રાજકોટ
News of Tuesday, 17th April 2018

ગોંડલ રોડ ચોકડી પાસે 'પે એન્ડ યુઝ' બ્લોક ટોયલેટ બનાવવુ જરૂરી : ગોવિંદભાઈ

રાજકોટ, તા. ૧૭ : અહિંના ગોંડલ રોડ ચોકડી પાસે લોકોની ખૂબ જ અવર - જવર રહેતી હોય તથા મહાનગરપાલિકાની સીટી બસ સેવા પણ ચાલુ હોય અને અમુક મહિલા મુસાફરોની પણ ત્યાં અવર - જવર હોય તો તેમને મોટી મુશ્કેલી ઉભી થાય છે. ઉપરાંત ત્યાં મુસાફરી સમયે કેટલાક લોકો અન્ય ખુલ્લી જગ્યામાં બેસી જતા હોય તેના કારણે ગંદકી થતી હોય આરોગ્યને નુકશાન થાય છે. આ માર્ગ ઉપર ઘણી દુકાનો / ઓફીસો / શોરૂમ વગેરે હોય જો યોગ્ય જગ્યાએ 'પે એન્ડ યુઝ' બ્લોક ટોયલેટ બનાવવામાં આવે તો ગંદકી પણ અટકે ઉપરાંત દરેક મુસાફરોને પડતી અગવડતાઓમાં પણ ફાયદો થશે તેમ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલે જણાવ્યુ છે. (૩૭.૧૩)

(4:14 pm IST)