રાજકોટ
News of Tuesday, 17th April 2018

ગોંડલ ચોકડીથી બીગબજાર સુધીના વિસ્‍તારમાંથી ૪૮ કિલો પ્‍લાસ્‍ટીક જપ્તઃ ૬ હજારનો દંડ

રાજકોટ : કોર્પોરેશનના વન વીક વન રોડ સફાઇ ઝૂંબેશના ભાગ રૂપે વન-ડે વન રોડ કાર્યક્રમ અંતર્ગત સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા દ્વારા ગોંડલ રોડ ચોકડીથી બીગ બજાર સુધીના વિસ્‍તારની સફાઇ કુલ ર૮ સફાઇ કામદારો તેમજ ૧ ટ્રેકટર ૧ કારગો સાથે રાખીને ઝૂંબેશ રૂપે સફાઇ કામગીરી કરવામાં આવેલ તથા ગોંડલ રોડ ચોકડીથી બીગ બજાર સુધીના વિસ્‍તાર સફાઇ થયા બાદ જાહેરમાં કચરો ફેંકવા સબબ તેમજ ડસ્‍ટ બીન ન રાખવા સબબ અને પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનો વપરાશ કરવા સબબ કુલ ૧૭ આસામીઓ પાસેથી કુલ રૂપિયા ૬,૦૦૦ નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ તેમજ  કુલ ૬ ડસ્‍ટબીન ડીસ્‍ટ્રીબ્‍યુટ કરવામાં આવેલ અને ૪ કિલો પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીક જપ્ત કરવામાં આવેલ. આ કામગીરી કમિશ્નર શ્રી તેમજ નાયબ કમીશ્નરશ્રી જાડેજાની સુચના અન્‍વયે નાયબ પર્યાવરણ ઇજનેર દિગ્‍વીજયસિંહ તુવરની ઉપસ્‍થિતીમાં આસી. ઇજનેર ભાવેશભાઇ ખાંભલા અને રાકેશ શાહ તેમજ સેનેટરી ઇન્‍સ્‍પેકટર કૌશીક ધામેચા, અને સેનેટરી સબ. ઇન્‍સ્‍પેકટર સંજય ચાવડા, ગૌતમ ચાવડા, વિશાલ કાપડીયા બાલીભાઇ દ્વારા કરવામાં આવેલ છે.

(4:03 pm IST)