રાજકોટ
News of Tuesday, 17th April 2018

૧પ૦ ફુટ રીંગ રોડ પર ગેરકાયદે કાર બજાર સહિત ૧૪ દબાણો દુરઃ ૯૭ કરોડની જમીન ખુલ્લી

વન વીક વન રોડ અંતર્ગત વોર્ડ નં. ૧૧-૧ર માં પાર્કિંગ-માર્જીન તથા ટીપી સ્‍કીમના અલગ-અલગ અનામત પ્‍લોટમાં ખડકાયેલ ઝૂંપડા, ઓરડી, વંડા સહિતના બાંધકામોનો કડૂસલોઃ ૭૮૦૬ ચો.મી. જગ્‍યા ખુલ્લી કરાવાઇ

ડીમોલીશનઃ મ્‍યુનિ. કોર્પોરેશનનાં વન વીક વન રોડ અંતર્ગત ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા આજે સવારે શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડ પર પાર્કીંગ-માર્જીન તથા ટી. પી. સ્‍કીમના અલગ અલગ અનામત પ્‍લોટમાં થયેલ દબાણો દૂર કરવા ડીમોલીશન હાથ ધરવામાં આવ્‍યુ હતું. તે વખતની તસ્‍વીરમાં ગેરકાયદે ઓરડી, ઝૂંપડાના દબાણો હટાવાયા તથા લોકોના ટોળા એકત્રી થયેલ અને વિજીલન્‍સ  પોલીસ બંદોબસ્‍ત નજરે પડે છે. (તસ્‍વીર - અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૭ :.. મ્‍યુનિ. કોર્પોરેશનના વન-ડે વન રોડ, ઝૂંબેશ હેઠળ આજે ટાઉન પ્‍લાનીંગ, આરોગ્‍ય અને સોલીડ વેસ્‍ટ વિભાગ દ્વારા શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડ પરથી પાર્કીંગ તથા માર્જિન માં થયેલ ગ્રીલ, છાપરા, ઓટા તથા આ વિસ્‍તારમાં ટી. પી. સ્‍કીમના  અલગ અલગ અનામત પ્‍લોટમાં ખડકાયેલ ગેરકાયદે ઓરડી, ઝૂંપડા, વંડા, દિવાલ સહિતના કાચા-પાકા બાંધકામોના દબાણો હટાવી ૭૮૦૬ ચો. મી. જગ્‍યા રૂા. ૯૭.પ૭ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ ડીમોલીશન દરમ્‍યાન અસરગ્રસ્‍તો અને તંત્ર વચ્‍ચે થોડીવાર ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. બાદ ઉપસ્‍થિત વિજીલન્‍સ પોલીસે મામલો થાળે પાડયો હતો.

આ અંગે કોર્પોરેશનના ટાઉન પ્‍લાનીંગ અધિકારી એમ. ડી. સાગઠીયાના જણાવ્‍યા પ્રમાણે રાજકોટ મહાનગરપાલીકાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા આજે શહેરના વેસ્‍ટ ઝોન વિસ્‍તાર ૧પ૦ રીંગ રોડ પર વન વીક વન રોડ અંતર્ગત વોર્ડ નં. ૧૧ તથા ૧ર માં પાર્કીંગ, માર્જીન, તથા ટી. પી. સ્‍કીમના અલગ અલગ અનામત પ્‍લોટમાં થયેલ દબાણ- ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે.

જેમાં ન્‍યુ પટેલ કાર ટી. પી. સ્‍કીમ નં. ર૧ મવડી, વાણીજય હેતુ રીઝર્વેશન પ્‍લોટ ંનં. ૧૯-એ માં ૧૪૬૦.૦૦ ચો. મી. પૈકીની જમીનમાં રહેલ ઝૂપડા તથા ઓરડી તથા કેબીન, મોમાઇ ઓટો ટી. પી. સ્‍કીમ નં. ર૧ મવડી, વાણીજય હેતુ રીઝર્વેશન પ્‍લોટ નં. ૧૮-એ માં ર૩૬૬.૦૦ ચો. મી. પૈકીની જમીનમાં  રહેલ ઓફીસ રૂમ, હરસિધ્‍ધી સેન્‍ટરીંગ ટી. પી. સ્‍કીમ નં. ર૧ મવડી, વાણીજય હેતુ રીઝર્વેશન પ્‍લોટ નં. ૧૮-એ માં ર૩૬૬.૦૦ ચો. મી. પૈકીની જમીનમાં રહેલ સેન્‍ટ્રીન્‍ગનો ડેલો, નવજીવન સીરામીક ટી. પી. સ્‍કીમ નં. ર૧ મવડી, વાણીજય હેતુ  રીઝર્વેશન પ્‍લોટ નં. ૧૮-એ માં ર૩૬૬.૦૦ ચો. મી. પૈકીની જમીનમાં રહેલ ટાઇલ્‍સનું  સાકરીયા મોટર્સ ટી. પી.ના રીઝર્વેશન પ્‍લોટ રહેલ રૂમ તથા ડેલો, ક્રિષ્‍ના મોટર્સ ટી. પી. ના રીઝર્વેશન પ્‍લોટ માં રૂમ તથા ડેલો.

ગાયત્રી ઓટો ટી. પી., સ્‍કીમ રીઝર્વેશન પ્‍લોટ માંથી વંડો, શિવશકતી ઓટો ટી. પી.  રીઝર્વેશન પ્‍લોટ રૂમ તથા ડેલો. તથા મેટ્રો મોટર્સ ટી. પી.ના રીઝર્વેશન પ્‍લોટમાંથી રૂમ તથા ડેલો. ક્રિષ્‍ના કન્‍સ્‍ટ્રકશન ટી. પી. માં રીઝર્વેશન પ્‍લોટમાંથી ઓફીસ રૂમ, આહીર બાબુભાઇ ડાંગર ટી. પી.ના રીઝર્વેશન પ્‍લોટમાંથી કમ્‍પાઉન્‍ડ વોલ,  ટી.પી.ના રીઝર્વેશન પ્‍લોટમાંથી એક ઓરડી તથા કમ્‍પાઉન્‍ડ વોલ, ટી.પી. સ્‍કીમ નં. ર૧-મવડી, વાણીજય હેતુ રીઝર્વેશન પ્‍લોટ નં. ર૭-સીમાં ૯૩૦.૦૦ ચો.મી. પૈકીની જમીનમાં રહેલ પતરાવાળી રૂમ તેમજ સંતોષ ઓટો-ટી.પી.ના રીઝર્વેશન પ્‍લોટમાંથી પતરાવાળી રૂમ તથા ટોઇલેટ બાથરૂમ સહિતના કાચા-પાકા બાંધકામોનું ડિમોલીશન દરમયાન ટી.પી. સ્‍કીમના અલગ અલગ અનામત પ્‍લોટ ઉપર રહેલ દબાણ દૂર કરી આશરે ૯૭.પ૭ કરોડ રૂપિયાની આશરે ૭૮૦૬.૦૦ ચો.મી. જગ્‍યા ખૂલી કરાયેલ છે.

તાજેતરમાં મ્‍યુનિસિપલ કમિશ્નરશ્રી દ્વારા વન વીક વન રોડ અંતર્ગત સંયુકત કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવેલ. જે અન્‍વયે આ કામગીરીમાં વિજિલન્‍સ ઓફીસર આર.પી. ઝાલાના પોલીસ સ્‍ટાફ, આ ઉપરાંત ટાઉન પ્‍લાનીંગ શાખા વેસ્‍ટ ઝોનના આસી. ટાઉન પ્‍લાનીંગ શાખા વેસ્‍ટ ઝોનના આસી. ટાઉન પ્‍લાનર પી.ડી. અઢીયા, અજય પરસાણા તથા વેસ્‍ટ ઝોનનો તમામ ટી.પી. સ્‍ટાફ હાજર રહેલ.

આ ઉપરાંત સ્‍થળ પર દબાણ હટાવ શાખાના આસી. મેનેજર ડોડીયા તથા તેમનો સ્‍ટાફ, સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગના નાયબ પર્યાવરણ ઇજનેર ડી.યુ. તુવર તથા તેમનો સ્‍ટાફ તેમજ બાંધકામ શાખા તથા રોશની શાખાનો સ્‍ટાફ પણ હાજર રહેલ. આ કામગીરી દરમ્‍યાન કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે વિજિલન્‍સ શાખાનો સ્‍ટાફ સ્‍થળ પર હાજર રહેલ.

(4:01 pm IST)