રાજકોટ
News of Tuesday, 17th April 2018

શિવમ ગ્રુપ દ્વારા વિનામૂલ્‍યે છાશ વિતરણ

 રાજકોટ : શિવમ ગ્રુપ દ્વારા પૂર્વ કોર્પોરેટર તેમજ સેવાભાવી સ્‍વ. પ્રવિણસિંહ પરમારના સ્‍મરણાર્થે ઉનાળાના પ્રારંભે બે માસ માટે વિનામૂલ્‍યે છાશ કેન્‍દ્રનો પ્રારંભ કરવામાં આવેલ છે. આ કેન્‍દ્રનું ઉદ્યોગપતિ શ્રી રમેશભાઈ પટેલ (પટેલ બ્રાસ) તેમજ દિપ પ્રાગટય શ્રી શંભુભાઈ પરસાણા (પ્રશાંત કાસ્‍ટીંગ) નારણભાઈ પટેલ (ઈન્‍ડીયા બ્રાસ)ના હસ્‍તે રાખવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા શિવમ ગ્રુપના કુલદીપસિંહ પરમાર, સંજય ધીનોજા, રાજુભાઈ ભીમજીયાણી, ધવલભાઈ જોષી, જયેશ ઉદેશી, ઉદયભાઈ પરમાર, રાજુ જોષી, ચેતન શુકલ, જીતુભાઈ પરસાણા, રાજા પરસાણા, વિપુલ પટેલ, ગીરીરાજસિંહ જાડેજા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:58 pm IST)