રાજકોટ
News of Tuesday, 17th April 2018

ઘરેલું હિંસાના કેસમાં ખોરાકી મકાન ભાડાના માસીક રૂ ૭/ હજાર ચુકવવાનો હુકમ

રાજકોટ તા ૧૭ : પત્ની તથા સગીર પુત્રીને ભરણપોષ્ણ તથા મકાન ભાડા પેટે માસીક રૂ ૭૦૦૦/- ચુેકવવાનો વચગાળાનો આદેશ  કોર્ટે ફરમાવેલ હતો. આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, તાજેતરમાં ઘરેલું હિંસાના કેસમાં લક્ષ્મીવાડી-૧૫, રાજકોટમાં તેના પીયરે રહેતા કીર્તીબેન વાળાઓઙ્ગકિશોરભાઇ પરમારે રાજકોટની કર્મચારી સોસાયટી શેરી નં.૧ માં રહેતા પતિ કિશોરભાઇ રાઘવભાઇ પરમાર તથા દીયર શૈૈલેષ આર. પરમાર, સસરા રાઘવ ઉર્ફે રઘાભાઇ પરમાર તથા નાના દીયર હીતેષભાઇ પરમાર વગેરે વિરૂધ્ધ ઘરેલું હિંસા અધીનીયમ અન્વયે કેસ દાખલ કરી વચગાળાની રાહત માંગેલી.

રાજકોટના એડી.જયુ.મેજી. શ્રી એમ. એસ. બાકીએ સાહેબે ભરણપોષણ અને મકાન ભાડા પેટે મુળ કેસ પુરો થાય ત્યાંસુધી વચગાળાની રાહત પેટે માસીક રૂ ૭૦૦૦/- અરજી કર્યા તારીખથી ચુકવવા સામાવાળા કિશોર રાઘવ પરમાર વિરૂધ્ધ હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં અરજદાર કિર્તિબેન વતી એડવોકેટ તરીકે ગુજરાતનાં સુપ્રસિધ્ધ ધારાશાસ્ત્રી શ્રી અભયભાઇ ભારદ્વાજ અને તેના એસોસીએશનનાં દીલીપભાઇ પટેલ, ધીરૂભાઇ પીપળીયા,ગોૈતમ પરમાર, રાકેશ ભટ્ટ, મેહુલ ઝાલા રોકાયેલા છે. (૩.૮)

(2:45 pm IST)