રાજકોટ
News of Tuesday, 17th April 2018

વામ્બે આવાસનો રાજૂ ઉર્ફ ડિમ્પલ બે બોટલ દારૂ સાથે પકડાયો

રાજકોટ તા. ૧૭: વામ્બે આવાસ યોજના કવાર્ટર આર.એમ.સી. કવાર્ટરમાં રહેતાં રાજૂ ઉર્ફ ડિમ્પલ કૃષ્ણમુરારી યાદવને તાલુકા પોલીસ મથકના હેડકોન્સ. હર્ષદસિંહ ચુડાસમા અને નગીનભાઇ, ગોપાલસિંહ, અશોકભાઇ સહિતના સ્ટાફે કવાર્ટરના ગેઇટ નજીક યાદવ પાન નામની કેબીનેથી રૂ. ૮૦૦ના બે બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

(1:00 pm IST)