રાજકોટ
News of Tuesday, 17th April 2018

માલધારી સોસાયટીમાં અજાણ્યા યુવાનનું મોતઃ વાલીવારસની શોધ

જમણા હાથ પર પાંદડાનું ચિત્ર, હિન્દીમાં 'નકુ' અને અંગ્રેજીમાં 'એસ' ત્રોફાવેલા છે

રાજકોટ તા. ૧૭: જુના માર્કેટ યાર્ડ નજીક કરણાભાઇના ગાર્ડન પાછળ માલધારી સોસાયટી શાળા નં. ૬૭ પાસેથી તા.૧૪ના રોજ અજાણ્યા આશરે ૪૦ થી ૪૨ વર્ષના યુવાનની લાશ મળી આવતાં બી-ડિવીઝનના પી.એસ.આઇ. એન.એસ. સવનીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક યુવાન મધ્યમ બાંધાનો વાને ઘઉંવર્ણો છે અને ઉંચાઇ આશરે સાડા પાંચ ફુટ જેટલી છે. તેણે સિમેન્ટ રંગનો મેલા જેવો શર્ટ તથા સફેદ રંગનું મેલુ પેન્ટ પહેર્યુ છે. જમણા હાથ પર પાંદડાનું ચિત્ર તથા હિન્દીમાં 'નકુ' અને અંગ્રેજીમાં 'એસ' ત્રોફાવેલા છે. બિમારીથી મોત થયાનું પ્રાથમિક તારણ છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો બી-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૨૩૦૬૩૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:42 am IST)