રાજકોટ
News of Tuesday, 17th April 2018

કાલે અક્ષય તૃતીયાઃ ઝવેરી બજારમાં આભૂષણોનો ઝળહળાટ

ઝવેરી બજારમાં મનમોહક ડીઝાઇનની એન્ટીક જ્વેલરી, ટ્રેડીશનલ - ફેન્સી આભૂષણો ઉપરાંત ડાયમંડ જવેલરી ઝગમગીઃ ગોલ્ડ ડીલર એસો. દ્વારા ઘરેણાની ઘડામણમાં વિશેષ વળતરઃ શુકનવંતી ખરીદીના ધમધમાટની ધારણા

 રાજકોટ તા. ૧૭ : અક્ષય તૃતીયાના અવસરે ઝવેરીબજારમાં શુકનવંતી ખરીદીના ધમધમાટની ધારણા સાથે સોનીબજાર સજ્જ બની છે. તેવામાં કાલે બુધવારે ઝવેરીબજાર બજાર આખો દિવસ ધમધમશે પેલેસ રોડ પર કલાત્મક આભૂષણોનો ઝળહળાટ સર્જાયો છે. સોનાના દાગીનાની ઘડામણમાં અને ડાયમંડ જવેલરીની મજુરીમાં વિશેષ વળતર સોમવારથી જ જાહેર કરાયુ છે જેને પ્રતિસાદ મળી રહયાનું વેપારીઓ જણાવે છે.

ઝવેરી બજારમાં અવનવા આભૂષણોનો ઝળહળાટ સર્જાયો છે ગ્રાહકો માટે મનમોહક ડીઝાઇનની એન્ટીક જવેલરી,ટ્રેડીશનલ તેમજ ફેન્સી આભૂષણો ઉપરાંત ડાયમંડ જવેલરી પણ ઝગમગી રહી છે. આ ઉપરાંત પ્રેઝેન્ટેશન,ગીફટ આર્ટીકલ અને લગ્ન પ્રંસગ માટે બ્રાઈડલ જવેલરીની વિશાલ રેંજ જોવા મળે છે. આ ઉપરાંત હળવા વજનના બુટી, બાલી, વીટી  પેન્ડલ, રંગ બેરંગી મીનાકારી અને નંગ ડાયમંડની  કાનની લટકણ બાલી સહિતની વેરાયટીઓ પણ આકર્ષણ જમાવે છે.

અક્ષય તૃતીયાના શુકનવંતા અવસરે ઝવેરીબજારમાં રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો.ના સભ્ય જવેલર્સ દ્વારા સોનાના ૧૦ ગ્રામ ઘરેણાની ખરીદી પર રૂપિયા ૧૨૫૦ની મજુરીમાં વળતર અને ડાયમંડ જવેલરીની ખરીદીમાં મજુરીમાં ૫૦ ટકા જેટલું જબરૃં ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે.

રાજકોટ ગોલ્ડ ડીલર્સના પ્રમુખ ભાયાભાઈ સાહોલીયા જણાવે છે કે આ અવસરે શુકનવંતી ખરીદીનો ધમધમાટ સર્જાશે શુકનવંતા અવસર અને આગામી લગ્ન પ્રંસંગની ધૂમ ખરીદી રહેશે.

ઝવેરીબજારમાં દરવર્ષની માફક આ વર્ષે પણ ખરીદી વધશે તેવા આશાવાદ સાથે રાજકોટના અગ્રણી જે ,પી,જવેલર્સના યુવા સંચાલકો ધવલભાઈ અને હર્શિતભાઈ સતીકુંવરે જણાવ્યું હતું કે રાજકોટ સોનીબજારના કલાત્મક આભૂષણો જગ વિખ્યાત છે. અહીના કારીગરોએ તૈયાર કરેલ દાગીનાની માંગ દેશ વિદેશમાં માંગ રહે છે.

વધુમાં તેઓએ અક્ષય તૃતીયાનો અવસર સોનાના દાગીનાની ખરીદી માટે ઉતમ ગણાય છે તેવામાં આ અવસરે  કલાત્મક આભૂષણો અને ડાયમંડ જવેલરીની ખરીદી ગ્રાહકો ઉમટી પડશે તેમ જણાવી યુવાવર્ગમાં હાલ ફેન્સી અલંકારોનું ઘેલું લગાડ્યું હોવાનું ઉમેર્યું હતું.

દરમિયાન પ્રાઈડ ઓફ રાજકોટ અને બ્રાંડ ઓફ જવેલરીનો અવોર્ડ મેળવનાર શિલ્પા લાઈફ સ્ટાઈલના  ભાસ્કરભાઈ પારેખે ખરીદીનો ધમધમાટ રહેવાની આશા સાથે જણાવ્યું હતું કે સોનાના દાગીના ઉપરાંત લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ ડાયમંડ જવેલરીનું પણ યુવા વર્ગમાં આકર્ષણ વધ્યું છે. ઝવેરી બજાર અને અમીન માર્ગ પરના શોરૂમમાં ડાયમંડ જવેલરીની આવનવી ડીઝાઇનને યુવાઓમાં ખાસ્સી લોકપ્રિયતા મેળવી હોય ખરીદી વાળવાની સાથે સારી એવી માંગ હોવાનું ઉમેર્યું હતું.

  ઝવેરીબજારના સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રેડિશ્નલ જવેલરીની ખરીદી માટેનો ટ્રેન્ડ વધારે પસંદીદા બન્યો છે. આ ઉપરાંત ઇન્વેસ્ટમેન્ટની રીતે પણ સોનાની ખરીદી કરવામાં આવી રહી છે. બુલિયન બજારમાં મજબૂતીથી ખરીદી થવાની શકયતાં જવેલર્સ પણ જોઇ રહ્યા છે. હાલના અંદાજ મુજબ સોનાની ખરીદીમાં ગત વર્ષ કરતાં ૧૦ થી ૧૫ ટકા જેટલો વધારો થવાની શકયતાં પણ જવેલર્સ વ્યકત કરી રહ્યા છે.(૨૧.૨૫)

યુવાઓમાં ડાયમંડ જ્વેલરીનો વધ્યો ક્રેઝઃ વેડિંગ કલેકશનની પણ માંગ વધશેઃ ઇન્વેસ્ટરો આકર્ષિત

ડાયમંડ મેકિંગ ચાર્જમાં ૫૦ ટકાના ડિસ્કાઉન્ટને ભારે પ્રતિસાદ

રાજકોટ તા. ૧૭ : કાલે અક્ષય તૃતીયાના અવસરે ઝવેરીબજારમાં શુકનવંતી ખરીદીનો માહોલ જામશે ઝવેરીબજારમાં અવનવા આભૂષણોનો ઝળહળાટ સર્જાયો છે લાઈટ વેઇટ દાગીનાની શુકનવતી ખરીદી કરવાની સાથે આગામી લગ્નસરાની સીઝન માટે વેડિંગ કલેકશન પણ મોજુદ છે ત્યારે રાજકોટના જાણીતા જવેલર્સ અને રેડ એફએમ બેસ્ટ જવેલર્સનો પબ્લિક ચોઈસ એવોર્ડ હાંસલ કરનાર જે,પી,જવેલર્સના યુવા સંચાલકો હર્ષિતભાઈ અને ધવલભાઈ જણાવ્યા મુજબ યુવાઓમાં ડાયમંડ જવેલરીનો ક્રેઝ વધ્યો છે રોકાણકારોને પણ આકર્ષિત કરી રહી છે.

  હર્શિતભાઈના કહેવા મુજબ અક્ષય તૃતીયાના શુકનવંતા અવસરે સોનાના આભૂષણોમાં મજૂરીમાં ગ્રામે ૧૨૫ રૂપિયાનું જેન્યુન વળતર ઓફર કરાઈ રહ્યું છે જયારે ડાયમંડ જવેલરીના મેકિંગ ચાર્જમાં ૫૦ ટકા જેટલું જેન્યુન ડિસ્કાઉન્ટ અપાઈ રહયું છે જેને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે

  દરમિયાન ધવલભાઈએ જણાવ્યું હતું કે એન્ટિક જવેલરી વેડિંગ કલેકશન અને રિયલ દ્રાય જવેલરી સંહિતામાં ગ્રાહકી રહશે તેમ મનાય છે તેમજ ચિતરાઈ અને ટેમ્પલ જવેલરીની પણ માંગ છે ઉપરાંત વેડિંગ કલેકશનમાં ખાખો મોતી અને રાજસ્થાની મારવાડી રેન્જની માંગ વધુ છે

(4:10 pm IST)