રાજકોટ
News of Monday, 16th April 2018

યુક્રેન તબીબી અભ્યાસમાં માટે જતા ધ્રુવ ગોંડલીયાઃ અભિનંદન વર્ષા

આરોગ્ય વિભાગના કર્મચારી પ્રકાશભાઈ ગોંડલીયાના સુપુત્રની ઉચી ઉડાન* ૬ વર્ષ મેડીસીનનો અભ્યાસ કરશેઃ રાજકોટનું ગૌરવ

રાજકોટ, તા. ૧૬ : સફળતાના કોઈ સીમાડા હોતા નથી તેમા માત્ર મક્કમ મનોબળ જરૂરી છે. નાનપણથી જ શિક્ષણમાં અભ્યાસમાં શ્રેષ્ઠ કરવાની મહેચ્છાના પરિણામે રાજકોટનો ધ્રુવ પ્રકાશભાઈ ગોંડલીયા સાત સમંદર પાર મેડીકલનું શિક્ષણ મેળવવા જઈ રહ્યો છે.

આરોગ્ય વિભાગના કર્મચારી પ્રકાશભાઈ ગોંડલીયાનો મોટા સુપુત્ર ધ્રુવ યુક્રેનની ગોરકી ડોર્નેસ્ક નેશનલ મેડીકલ યુનિવર્સિટીમાં છ વર્ષનો મેડીકલ કોર્ષ માટે પ્રવેશ મેળવ્યો છે. ધ્રુવ નાનપણથી જ શિક્ષણમાં ખૂબ તેજસ્વી છે. તેને ધો.૧૦માં ૯૭ પર્સન્ટેજ તેમજ ધો.૧૨ સાયન્સમાં ૮૦ પર્સન્ટેજ મેળવીને ધોળકીયા સ્કુલ અને ગોંડલીયા પરીવારનું નામ રોશન કર્યુ છે.

ધ્રુવ પ્રકાશભાઇ ગોંડલીયા ૬ વર્ષ માટે યુક્રેનની ગોરકી ડોનેસ્ક નેશનલ મેડીકલ યુનિવર્સિટીમાં મેડીસીનનો અભ્યાસ કરવા જતા પરીવાર અને મિત્રવર્તુળ દ્વારા અભિનંદન વર્ષા થઈ રહી છે.

(4:26 pm IST)