ક્રાઇમ બ્રાંચે તસ્કર મનસુખ ઉર્ફ દિપને પકડ્યોઃ એક વર્ષ પહેલાની ચોરી ઉકેલાઇ
સાગ્રીતો કિશન ઉર્ફ બાઉ અને બૈજુ સાથે મળી ૮ ફોન, ડીવીઆર, કેમેરાની ચોરી કરી'તી
રાજકોટ તા. ૧૬: લોહાનગરમાં બાપા સિતારામની મઢુલી પાસે મફતીયાપરામાં રહેતો અને ભંગારની ફેરી કરતો મનસુખ ઉર્ફ દિપ હરિભાઇ પરમાર (ઉ.૨૦) ચોરીના ગુનામાં સંડોવાયો હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. પુષ્પરાજસિંહ પરમાર, શૈલેષગીરી અને યુવરાજસિંહને મળતાં તેને સકંજામાં લઇ બે મોબાઇલ ફોન કબ્જે લેવાયા હતાં. આ ફોન ચોરાઉ હોવાનું તેણે કબુલ્યું હતું.
આ ઉપરાંત એક વર્ષ પહેલા કુવાડવા રોડ પર રણછોડદાસ બાપુના આશ્રમ પાસે આવેલી રવિ મોબાઇલ નામની દૂકાનમાંથી સાગ્રીત કિશન ઉર્ફ બાઉ તથા બૈજુ સાથે મળી આઠ મોબાઇલ ફોન, સીસીટીવી કેમેરાનું ડીવીઆર તથા કેમેરાની ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. આ બાબતે જે તે વખતે બી-ડિવીઝન પોલીસ મથકમાં ૫૧/૧૭ મુજબ ગુનો નોંધાયો હતો. એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પી.એસ.આઇ. ડી. પી. ઉનડકટ, હેડકોન્સ. ભરતભાઇ વનાણી, પુષ્પરાજસિંહ, અમૃતભાઇ, યુવરાજસિંહ, જયપાલસિંહ, શૈલેષગીરી સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે માહિતી મળતાં આ શખ્સને પકડી લેવાયો હતો. (૧૪.૧૭)