રાજકોટ
News of Monday, 16th April 2018

અપહરણના ગુનામાં ૯ માસથી ફરાર લાલો દેવીપૂજક પકડાયો

પેરોલ ફરલો સ્કવોડે પકડીને બી-ડિવીઝનને સોંપ્યો

રાજકોટ તા. ૧૬: બી-ડિવીઝન પોલીસના અપહરણના ગુનામાં નવ મહિનાથી ફરાર આરોપી લાલજી ઉર્ફ લાલો ચીમનભાઇ ચુડાસમા (દેવીપૂજક) (ઉ.૨૦-રહે. સોમનાથ તથા ધારી)ને પેરોલ ફરલો સ્કવોડના બાદલભાઇ દવે, હબીબભાઇ, મધુકાંતભાઇ, જયદેવસિંહ, ચંદ્રકાંતભાઇ તથા હરિભાઇ સહિતની ટીમે હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ, હેડકોન્સ. બકુલભાઇ વાઘેલાની બાતમી પરથી પકડી લઇ બી-ડિવીઝનને સોંપાયો છે. (૧૪.૮)

 

(2:45 pm IST)