રાજકોટ
News of Monday, 16th April 2018

ઘરેલુ હિંસા અન્વયે પરણીતા દ્વારા સાસરીયાઓ વિરૂધ્ધ કોર્ટમાં અરજી

રાજકોટ તા ૧૬ : અત્રેના અસ્મિતાબેન પાર્થભાઇ રામાનુજ ના સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વત્સડી ગામના પાર્થભાઇ રામાનુંજભાઇ સાથે લગ્ન થયા બાદ સાસરીયા  મારફત તેણી ઉપર અત્યાચાર ગુજારીને  શારીરીક, માનસીક ત્રાસ આપતા અરજદારે ઘરેલું હિંસા અન્વયેની કોર્ટમાં અરજી કરેલ છે.

ઉપરોકત અરજદાર નેે સામાવાળાઓએ શારીરિક અને માનસીક દુઃખ ત્રાસ આપી અત્યાચારો ગુજારી તેણીનો કોઇપણ જાતના કારણ વગર ત્યાગ કરતાં અને અરજદાર સાથે બેદરકારી દાખવતા અરજદાર શ્રી અસ્મીતાબેન પાર્થભાઇ રામાનુજે  સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકાના ગામ વત્સડી રહેતા સામાવાળાઓ તેમના પતિ પાર્થભાઇ બટુકભાઇ રામાનુજ, સસરા બટુકભાઇ પિતાંબરદાસ રામાનુજ તથા સાસુ રેખાબેન બટુકભાઇ રામાનુજ સામે રાજકોટમાં ભરણ પોષણ મેળવવા, વળતરની રકમ મેળવવા રહેણાંક ની સગવડતા મેળવવા, તથા અન્ય દાદો મેળવવા રાજકોટના એડી.ચીફ.જયુ. મેજી. ની કોર્ટમાં ધી પ્રોટેકશન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટીક વાયોલન્સ એકટ હેઠળ અરજી દાખલ કરેલ છે. (૩.૯)

(2:44 pm IST)