રાજકોટ
News of Monday, 16th April 2018

ત્રણ વર્ષના પુત્રની બિમારીની ચિંતા અને આર્થિક ભીંસને લીધે પિતાનો આપઘાત

રૈયાધારના દેવીપૂજક યુવાન મનોજ ડઢાણીયાએ એસિડ પી લેતાં મોતઃ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૬: રૈયાધાર રાધેશ્યામ ગોૈશાળા પાસે રહેતો મનોજ લાલજીભાઇ ડઢાણીયા (ઉ.૨૫) નામના દેવીપૂજક યુવાને ત્રણ વર્ષના પુત્રની બિમારીની ચિંતા અને આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

મનોજે  તા. ૧/૪ના રોજ એસિડ પી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી મધુરમ્માં ખસેડાયો હતો. બાદમાં ઘરે લઇ જવાયો હતો. ગત રાત્રે તે બેભાન થઇ જતાં સિવિલમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. યુનિવર્સિટીના એએસઆઇ કે.આર. કાનાબારે જરૂરી કાર્યવાહી કરી હતી. 

આપઘાત કરનાર મનોજ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટો હતો. તે કડીયા કામ તેમજ રિક્ષાના ભાડા સહિતની મજૂરી કરતો હતો. તેના ભાઇ મુકેશના કહેવા મુજબ મનોજને સંતાનમાં બે દિકરા છે. જેમાં નાનો ત્રણ વર્ષનો દિકરો અંકિત જન્મથી જ શારીરિક તકલીફ ધરાવે છે. તેનું માથુ સતત મોટુ થતું જાય છે. આ બિમારીની અમદાવાદ સુધીના ડોકટરો પાસે સારવાર કરાવી પણ ફરક પડ્યો નહોતો. દિકરાની ચિંતા તેમજ આર્થિક સંકડામણથી મનોજ કંટાળી જતાં તેણે આ પગલું ભરી લીધુ હતુંઉ  (૧૪.૬)

(11:51 am IST)