રાજકોટ
News of Monday, 16th April 2018

નાનકડા બાળકની કાલી-ઘેલી લાગણી સી.એમ.ને સ્પર્શી ગઇ !!

કેમ છો રૂપાણી સાહેબ : ગઇ સાંજે મયુરનગર ખાતે ભાજપ અગ્રણી ભૂપત બોદરને માતુશ્રીના અવશાનના કારણે શાંત્વના પાઠવવા ગયેલા મુખ્યમંત્રી વિજયભાઇ જયારે પરત ફરતા હતાં ત્યારે શેરીમાં નાનાકડા બાળકે અવાજ દીધો કે કેમ છે રૂપાણી સાહેબ ? વાત કાને પડતા મુખ્યમંત્રી શ્રી રૂપાણી ગાડીમાં બેસતા હતા, પરંતુ રોકાઇ જઇને નાનકડા બાળકની લાગણીનો પત્યુતર આપવા સામે ચાલી તેની પાસે ગયા તો નાનકડા બાળકે વધુ એક વાર એવી લાગણી વ્યકત કરી કે તમારી સાથે મારે સેલ્ફી લેવી છે. કમાન્ડો અને સુરક્ષા કર્મીઓએ આનાકાની કરી, પરંતુ રાજકોટના ધારાસભ્ય વિજયભાઇએ ના ભાઇ મારા નાનકડા પ્રશંસકની ઇચ્છા પૂરી  કરવા દયો અને ાનાકડા બાળકના વાલીએ મુખ્યમંત્રી સાથે બાળકની સેલ્ફી લીધી હતી જે સમયને અમારા ફોટોગ્રાફર સંદિપ બગથરીયાએ કેમેરામાં કેદ કરી લીધો હતો.(૮.પ)

(9:27 am IST)