રાજકોટ
News of Monday, 16th April 2018

રાજકોટમાં સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર રવિ સગરને ગોંડલ ચોકડી પાસેથી ભક્તિનગર પોલીસે ઝડપી લીધો

રાજકોટ : ગત તા. 6ના રોજ સગીરાને ફોસલાવીને ભગાડી ગયાની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાતા સગીરાને શોધી કાઢવા પોલીસ કમિશનર।સંયુક્ત કમિશનર અને નાયબ પોલીસ કમિશનર ઝોન-1 અને મદદનીશ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ આરોપીને શોધી કાઢવા તજવીજ હાથ ધરાતા આરોપી રવિ સામતભાઇ કારથીયા (જાતે સગર ઉ,વ,19 )( રહે ,રામદેવ પીર ચોકડીથી આગળ શ્રદ્ધા પાર્ક શ્યામ ડેરી પાસે ભાડાના મકાનમાં )ને ચોક્કસ બાતમીના આધારે ગોંડલ ચોકડીએથી ઝડપી લેવાયો છે .
   રવિ સગરને ઝડપી લેવામાં પો.ઇન્સ,વી,કે,ગઢવી,પો,સ,ઈ,ધાખડા,એ,એસ,આઈ,ઇન્દુભા રાણા,પો.હેડ,કો,નિલેશભાઈ મકવાણા,પો,કોન્સ,દેવાભાઇ ધરજીયા,ભાવેશભાઈ મકવાણા,ભાવિનભાઈ ગઢવી,દિવ્યરાજસિંહ ઝાલા,સલીમભાઇ મકરાણી,વાલજીભાઇ જાડા,દીપકભાઈ ડાંગર ,પ્રવીણભાઈ જામંગ અને રાણાભાઇ કુંગશીય જોડાયા હતા.

 

(11:53 am IST)