દેશી બનાવટની રિવોલ્વર સાથે પકડાયેલ આરોપીની રીમાન્ડ રદ : જમીન અરજી મંજુર
રાજકોટ, તા. ૧૬ : ક્રાઇમ બ્રાન્ચે દેશી બનાવટની પીસ્તોલ તેમજ જીવતા કારટીસ નંગ-ર સાથે પકડાયેલ આરોપીની પોલીસ રીમાન્ડની માંગણી રદ કરી હતી. ત્યારબાદ ઉપરોકત કામે આરોપીએ જામીન અરજી ગુજારતાં જામીન કોર્ટે જામીન પર છોડવા હુકમ કરેલ હતો.
આ બનાવની વિગત એવી છે કે આ કામના ફરીયાદી ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. સોનારા એ કોઠારીયા રોડ પર આશાપુરા નગર, શેરી નં. ૧પ ખાતે રહેતા મંગલપરી કુબેરપરી ગોસ્વામીને તા. રર/ર/ર૦૧૮ના રોજ બાતમીના આધારે દેશી બનાવટની પિસ્તોલ તથા બે જીવતા કારતુસ સાથે પકડી પાડેલ હતો. જેની રીમાન્ડ પુરી થતા જામીન અરજી કરી હતી.
ઉપરોકત દલીલોને ધ્યાને લઇ કોર્ટે આરોપીને રૂ. પ,૦૦૦/- ના શરતી જામીન ઉપર છોડવાનો હુકમ ફરમાવેલ છે. ઉપરોકત આ કામમાં આરોપી વતી રાજકોટનાં ધારાશાસ્ત્રી અમીત એન. જનાણી રોકાયેલા હતા.