રાજકોટ
News of Wednesday, 17th February 2021

પોલીસતંત્ર કાર્યકરોને ડરાવે છેઃ વોર્ડ નં. ૧૧ના કોંગી ઉમેદવારોની કલેકટરને ફરિયાદ

રાજકોટઃ મ.ન.પા.ની ચૂંટણીમાં વોર્ડ નં. ૧૧ના કોંગ્રેસના ઉમેદવારોએ આજે બપોરે કલેકટર રેમ્યા મોહનને રૂબરૂ આવેદન પાઠવી ફરીયાદ કરી હતી કે તેઓના વોર્ડના કાર્યકરોને પોલીસ તંત્ર ખોટી રીતે ડરાવી રહેલ છે. આ આવેદનમાં કોંગ્રેસના ઉમેદવારોએ એવા આક્ષેપો કર્યા છે કે પોલીસ તંત્ર દ્વારા વોર્ડ નં. ૧૧ના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને કારણ વગર, ખોટી અરજીઓના આધારે પોલીસ સ્ટેશને બોલાવીને બેસાડી રખાય છે અને ચિમકીઓ અપાય છે ત્યારે કોઈપણ ડર કે ભય વગર આ વોર્ડમાં સુરક્ષીત રીતે ચૂંટણી યોજાય તે માટે યોગ્ય પગલા લેવા રજૂઆત છે. તસ્વીરમાં કલેકટર રેમ્યા મોહનને આવેદનપત્ર પાઠવી રહેલા વોર્ડ નં. ૧૧ના કોંગ્રેસના ઉમેદવારો પરેશભાઈ હરસોડા તથા સુરેશભાઈ બથવાર તથા સાથી કાર્યકરો નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:23 pm IST)