રાજકોટ
News of Wednesday, 17th February 2021

વોર્ડ નં. ૧૬માં મતદારો પરિવર્તનના મૂડમાં

ભાજપના ચારેય ઉમેદવારોને ચોમેરથી મળી રહેલ આવકાર

રાજકોટ તા.૧૭ : શહેર વોર્ડ નં.૧૬ વોર્ડ ભાજપ સમિતના મીડીયા ઇન્ચાર્જ જયંત ઠાકરની યાદીમાં જણાવેલ છે કે તા.ર૧ના રવિવારે મહાનગર પાલીકાની ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે વોર્ડ ન.૧૬ ના ભાજપના લોકપ્રિય ઉમેદવારો નરેન્દ્રભાઇ ડવ-સુરેશભાઇ વસોયા, રૂચીતાબેન જોષી, કંચનબેન સિદ્ધપુરાનો પ્રચાર તંત્ર વેંગવતો પુરજોશમાં વેંગ પકડી રહ્યો છે.

આ વોર્ડ નં.૧૬માં ગત ટર્મમાં પ્રજાજનોએ કોંગ્રેસના કોર્પોરેટર (ઉમેદવારો) ને તક આપી વિજય બનાવેલ હતા જે ગત પાંચ વર્ષના ગાળામાં વિકાસકાર્યો તેમજ રોજીંદા પ્રજાલક્ષી પ્રશ્નોમાં ધ્યાન આપવા નિષ્ફળ ગયા હતા ત્યારે આ વર્ષે મતદારો પરિવર્તન માટે ઝંંખી રહ્યા છે.

વોર્ડ નં. ૧૬માં ભાજપ અગ્રણી જીણાભાઇ ચાવડા ભાર્ગવ મિયાત્રા, જીતુભાઇ સિસોદીયા, જતીનભાઇ પટેલ, રમેશભાઇ ઉધાડ, (ભાપજી) ઉકાભાઇ લાવડીયા, ભરતભાઇ કુબાવત, પવુભા ખાચર, હિરેનભાઇ ગોસ્વામી, લીનાબેન રાવલ, ચાંદનીબેન ગોંડલીયા, દશરથબા સરવૈયા, સવીતાબેન પટેલ, બકુલભાઇ ચોટલીયા, સંદીપભાઇ જોષી, નિલેશભાઇ જોષી, વિભાભાઇ મિયાત્રા, મનોજભાઇ ચાવડા, ભરતભાઇ ટોળીયા, વનરાજભાઇ ટોળીયા, રાજુભાઇ રાવલ, અર્જુનભાઇ ડવ વિગેરે નાના-મોટા આગેવાનો વોર્ડ નં.૧૬માં તમામ વિસ્તારોમાં જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:47 pm IST)