રાજકોટ
News of Wednesday, 17th February 2021

'તારા મોટર સાયકલમાં મને ઘર સુધી મુકીજા' કહી બેડલાના વિક્રમ સાકરીયા પર હુમલો

બેડલા ગામમાં બનાવ : સામાપક્ષે લખમણ મકવાણા પણ સારવાર માટે ખસેડાયો

રાજકોટ,તા. ૧૭: કુવાડવા નજીક બેડલા ગામમાં રહેતા યુવાને મોટર સાયકલમાં ઘરે મુકી જવાની ના પાડતા એક શખ્સે મારમારી ધમકી આપતા ફરિયાદ થઇ છે.

 મળતી વિગત મુજબ બેડલાગામમાં રહેતો વિક્રમ રમેશભાઇ સાકરીયા ગામમાં બચુભાઇની હોટલની સામે દુકાનમાં દાઢી કરાવતો હતો. ત્યારે ગામમાં જ રહેતો લખમણ પાંચાભાઇ મકવાણાએ આવીને વિક્રમને 'ચાલ તારા મોટરસાયકલમાં મને ઘર સુધી મુકીજા' તેમ કહેતા વિક્રમે ના પાડતા લખમણ ઉશ્કેરાઇને ગાળો આપી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. અને વિક્રમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવમાં સામાપક્ષે લખમણ મકવાણાને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે એરપોટ પોલીસે ફરિયાદ પરથી લખમણ વિરૂધ્ધ ગુનો દાખલ કરી હેડ કોન્સ. કે.એમ. વાજાએ તપાસ હાથ ધરી છે.

(3:46 pm IST)