રાજકોટ
News of Wednesday, 17th February 2021

સફાઇ કામદાર-પટ્ટાવાળા બહેનો લડી રહ્યા છે

આમ આદમી પાર્ટી ખરેખર સામાન્ય લોકોનો પક્ષ

રાજકોટ તા. ૧૭: આગામી ર૧ ફેબ્રુઆરીનાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનારી છે જેને લઇને હાલ ભાજપ, કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી અને.સી.પી.ના ઉમેદવારો પણ મેદાનમાં જોવા મળી રહ્યા છે. રાજકોટમાં ભાજપ, આમ આદમી પાર્ટીએ ૭ર બેઠકો માટે ૭ર તથા કોંગ્રેસના ૭૦ ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા સફાઇ કામદાર મહિલાને અને એક પટ્ટાવાળા બહેનને પણ ટિકીટ આપવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર ૭ માં એક સફાઇ કામદાર મહિલાને ટિકીટ આપી છે. જયોત્સનાબેન સોલંકી નામની મહિલા છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ મહાનગર પાલિકામાં કોન્ટ્રાકટ પર સફાઇ કર્મચારી તરીકે કામ કરી રહ્યા છે.

જયારે વોર્ડ નંબર ૧ માં હંસાબેન સી. ગમ્મારને ચુંટણી 'આપ' પક્ષ લડાવી રહી છે. તેઓ સામાજિક કાર્યકર્તાની સાથે એક હોસ્ટેલમાં પટ્ટાવાળા તરીકે કામ કરી રહ્યા છે.

(3:43 pm IST)