વિશ્વકર્મા સોસાયટીમાંથી ૧૪૪ બોટલ રમ ભરેલી ટવેરા ઝડપી લેતી તાલુકા પોલીસઃ ચાલક ઇકબાલ કાઝીની શોધ
પીએસઆઇ જી.એસ. ગઢવી અને ટીમને સફળતા
રાજકોટઃ તાલુકા પોલીસે ગોંડલ રોડ વાવડી ચોકી પાછળ વિશ્વકર્મા સોસાયટીમાંથી જીજે૧બીવી-૮૯૯૨ નંબરની ટવેરા ઝડપી લીધી છે. જેમાંથી રૂ. ૫૭૬૦૦નો ૧૪૪ બોટલ રમ મળી આવતાં તે તથા ૪II લાખની ગાડી તથા એક મોબાઇલ ફોન કબ્જે લેવાયા છે.
ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી જી.એસ. ગેડમ અને તાલુકા પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી પરથી વોચ રાખતાં બાતમી મુજબની ટવેરા ગાડી આવતાં તેને અટકાવતા ચાલક તથા બીજો શખ્સ ગાડી મુકી ભાગી ગયા હતાં. જેમાંથી રમની બોટલોનો જથ્થો મળ્યો હતો. ભાગી ગયેલો એક શખ્સ સાયલાનો ઇકબાલ મુસ્તુફાભાઇ કાઝી હોવાનું ખુલતાં તેની શોધ થઇ રહી છે. વાવડી ચોકીના ઇન્ચાર્જ પી.એસ.આઇ. જી.એસ. ગઢવી, કોન્સ. ગોપાલસિંહ, દિવ્યરાજસિંહ, પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, એએસઆઇ ડી.વી. ખાંભલા, કોન્સ. અરજણભાઇ ઓડેદરા, અશોકભાઇ ડાંગર, વિરેન્દ્રસિંહ જાડેજા, હિરેનભાઇ સોલંકી સહિતની ટીમે આ કામગીરી કરી હતી. પીએસઆઇ એન. ડી. ડામોર વધુ તપાસ કરે છે.