રાજકોટ
News of Saturday, 17th February 2018

રાજકોટનાં નંદા હોલ વિસ્તારમાં આજે વહેલી સવારે ફરી પાણીની પાઇપ ફાટીઃ તંત્રની બેદરકારી છતી

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં. ૧૭ માં ગઇકાલે પાણીથી ૯૦૦ એમ.એલ. પાણીની પાઇપ ધડાકાભેર તુટતાં જબરૂ નુકશાન થયેલ. પોલીસ મિત્રોની સતર્કતાથી કોર્પોરેશનનાં તંત્રને જાણથતાં આ પાઇપ લાઇનનું રીપેરીંગ બપોર સુધી ચાલ્યું હતું. દરમિયાન આજે વહેલી ફસવારે આજ પાઇપ લાઇન ફરીથી ફાટી હતી અને તંત્રનાં રિપેરીંગનાં થિગડા બેદરકારી છતી થતાં લોકરોષ ફાટી નીકળ્યો હતોઃ આ બાબતે કોંગ્રેસનાં કાર્યાલય મંત્રી રાજેન્દ્રસિંહે ડે. કમિશ્નરને ફરીયાદ કરી હતી (૭.૩ર)

(12:56 pm IST)