ધોરાજીથી પતિ તેડવા ન આવતાં રાજકોટમાં હીનાએ ઝેર પી લીધું
સાત માસ પહેલા જ શાદી થઇ છેઃ પતિએ તલ્લાક લેવાની વાત કરતાં માઠુ લાગ્યું
રાજકોટ તા. ૧૭: દૂધ સાગર રોડ પર હૈદરી ચોકમાં હાલ માવતરે રહેતી હીના નદીમ સકરિયાણી (ઉ.૧૯) નામની સંધી નવોઢાએ ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
હીનાના લગ્ન સાત મહિના પહેલા જ ધોરાજીના નદીમ સાથે થયા છે. ત્યાં બે મહિના જ રહ્યા બાદ હાલ પાંચ માસથી રાજકોટ માવતરે છે. હીનાના ભાઇ અલ્તાફ દિલાવરભાઇના કહેવા મુજબ બનેવી કંઇ કામધંધો કરતો ન હોઇ બોલાચાલી થતાં મારી બહેન રિસામણે આવી ગઇ હતી. બાદમાં અમે ૧૮૧ની મદદ લઇ બનેવીને સમજાવવા ધોરાજી પણ ગયા હતાં. પરંતુ તેણે મારી બહેનને હવે રાખવી જ નથી તેમ કહી ઝઘડો કર્યો હતો. બનેવી તેડવા આવતાંન હોઇ અને તલ્લાક આપી દેવા છે તેવી વાત કરતાં બહેનને માઠુ લાગી જતાં તેણીએ ઝેરી દવા પી લીધી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. (૧૪.૬)