રાજકોટ
News of Friday, 17th January 2020

કોલ્ડવેવને કારણે શાળાઓ સવારે ૩૦ મીનિટ મોડી ખૂલશે

જિલ્લા શિક્ષણાધિકારીએ લખ્યો પત્ર :બાળકોને શાળાએ આવવાના સમયમાં ૩૦ મીનિટનો ફેરફાર કરવાની સત્તા આચાર્યને આપી

રાજકોટ, તા.૧૭ : રાજયમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે વધુ પડતી ઠંડીને પગલે સવારમાં સ્કૂલ આવતાં બાળકો ઠંડીમાં ઠૂંઠવાઈને બિમાર થઈ રહ્યાં છે. વાલીઓ આ બાબતે શાળાઓમાં પણ રજૂઆતો કરી છે. હાલમાં રાજયભરમાં ઠંડીનો પારો નીચે ગયો છે. હવામાન વિભાગે હજુ કોલ્ડવેવ રહેવાની આગાહી કરી છે.

આજે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રમેશભાઈ ઉપાધ્યાયએ બાળકોને શાળાએ આવવાના સમયમાં ૩૦ મીનિટનો ફેરફાર કરવાની સત્ત્।ા શાળાના આચાર્યને આપી છે. ૨૬ જાન્યુઆરી સુધી શાળાઓ પોતાના રૂટિન સમયને ૩૦ મીનિટ મોડો કરી શકે છે. ઉત્ત્।રાયણ વિતી ગયા બાદ ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા બે દિવસથી હાડ થિજવતી ઠંડી પડી રહી છે. જેની અસર જનજીવન પણ વર્તાઇ રહી છે. ત્યારે હવામાન વિભાગે હજુ પણ ઠંડી વધવાની આગાહી કરી છે.

(3:31 pm IST)