રાજકોટ
News of Wednesday, 17th January 2018

ભૂગર્ભ ગટરની કુંડીઓના લેવલીંગમાં અને રસ્તા કામમાં લોલંલોલઃ તપાસનો ધમધમાટ

મોટી ટાંકી ચોક વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કુંડીના ઢાંકણા તૂટી ગ્યાઃ એસ્ટ્રોન ચોકમાં નવોનકોર રસ્તો ઉંચો-નીચોઃ ઈજનેરોને સ્થળ તપાસ માટે દોડાવતા સ્ટે ચેરમેન પુષ્કર પટેલ

રાજકોટ, તા. ૧૭ :. શહેરમાં નવાનકોર બનેલા રસ્તાઓ ઉંચા-નીચા હોવાની અને રસ્તા પરની ભૂગર્ભ ગટરની કુંડીઓનું લેવલીંગ પણ ઉંચા-નીચુ હોવાની ફરીયાદો સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન   પુષ્કર પટેલને મળતા તેઓએ આ બાબતે સ્થળ તપાસના આદેશો આપ્યા હતા.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ મોટી ટાંકી ચોકમાં નવા બનાવાયેલ ડામર રોડમાં વચ્ચે ભુગર્ભ ગટરની કુંડીઓનું લેવલીંગ તાજેતરમાં થયુ હતુ પરંતુ તેમા સિમેન્ટના વાટા રસ્તાથી ઉંચા હોવાના કારણે આ સ્થળે સિમેન્ટ તૂટી જતા ફરી રોડ પર ખાડા થઈ ગયાની ફરીયાદ અને એસ્ટ્રોન ચોકમાં નવો બનાવાયેલ રસ્તો પણ ઉંચો-નીચો હોવાની ફરીયાદ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલને મળી હતી.

આ ફરીયાદ મળતા ચેરમેન શ્રીએ તાબડતોબ જવાબદાર ઈજનેરોને સ્થળ તપાસ માટે આદેશો આપ્યા હતા.

(3:33 pm IST)