ધો.૧૦ના છાત્રએ વેપારીઓની નજર ચૂકવીને અડધા લાખના મોબાઇલ ચોર્યાઃ પોલીસે પકડયો
યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડના દુકાનદારોને નિશાન બનાવ્યા'તાઃ યુનિવર્સિટી પોલીસે પકડી મોબાઇલ કબ્જે કર્યા
રાજકોટ તા. ૧૬ :.. શહેરના યુનિવર્સિટી રોડ અને સાધુ વાસવાણી રોડ પર દુકાનદારોને નિશાન બનાવી મોબાઇલની ચોરી કરતા સગીરને યુનિવર્સિટી પોલીસે પકડી લીધો છે.
મળતી વિગત મુજબ શહેરના યુનિવર્સિટી રોડ અને સાધુ વાસવાણી રોડ પર મોબાઇલની દુકાનો માંથી કોઇ શખ્સ મોબાઇલ ચોરી જતો હોવાની યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમીશનર ખુરશીદ અહેમદની સુચનાથી યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ આર. એસ. ઠાકરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. વી. રબારી, હેડ કોન્સ. રાજેશભઇ, હરપાલસિંહ, જેન્તીગીરી, પુષ્પરાજસિંહ, મુકેશભાઇ, તથા નિર્મળસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે નિર્મળસિંહ અને મુકેશભાઇને મળેલી બાતમીના આધારે એક સગીરને પકડી લઇ તેની પાસેથી પાંચ ચોરાઉ મોબાઇલ મળી રૂ. ૪પ,૦૦૦ ની મતા કબ્જે કરી હતી. સગીર અભ્યાસ કરતો હોવાનું અને મોજશોખ માટે ચોરીના રવાડે ચડયો હોવાનું જાણવા મળ્યું છે.