રાજકોટ
News of Monday, 16th December 2019

મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળા - કોલેજના છાત્રો દ્વારા 'મેરા ટેલેન્ટ મેરી પહેચાન'

નાટ્ય સ્પર્ધા - કરાઓકે ફિલ્મી ગીત - ડાન્સ ફિએસ્ટા - વિશિષ્ટ ટેલેન્ટ સ્પર્ધા

રાજકોટ, તા. ૧૬ : મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ૨૭ સંસ્થાઓ જેમાં બાલમંદિર, શાળા, એન્જીનિયરીંગ કોલેજ, કોમર્સ કોલેજ, આર્ટ્સ કોલેજ તથા બી.એઙ કોલેજમાં ૧૭ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

'મેરા ટેલેન્ટ મેરી પહેચાન' શિર્ષક હેઠળ દર બે વર્ષ યોજાતી સ્પર્ધાની આ વર્ષે ત્રીજી શ્રેણી છે. સંસ્થના અંદાજીત ૫૫૦થી વધુ વિદ્યાર્થીઓ પોતાનામાં રહેલ વિવિધ પ્રકારના ટેલેન્ટને સ્ટેજ ઉપર રજૂ કરે છે. આ સ્પર્ધાના આયોજનનો મુખ્ય હેતુ શિક્ષણ ઉપરાંત વિદ્યાર્થીઓમાં રહેલ વિશિષ્ટ ટેલેન્ટ બહાર આવે તેમજ તેમને નવુ પ્લેટફોર્મ પ્રાપ્ત થાય તેવો છે. વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ તથા રોકડ પુરસ્કાર દ્વારા નવાજવામાં આવે છે.

મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા સંસ્થાની શાળા - કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે ધોરણવાઈઝ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે. 'મેરા ટેલેન્ટ મેરી પહેચાન' અંતર્ગત બાલભવન, મનુભાઈ વોરા હોલ, રાજકોટ ખાતે યોજાનાર વિવિધ સ્પર્ધાઓ આ મુજબ છે.

નાટ્ય સ્પર્ધા તા.૧૮ના બુધવાર, નાટ્ય સ્પર્ધાના વિષયો (૧) ઈન્ટરનેટ અને યુવાનો (૨) પહેલુ સુખ તે જાતે નર્યા (૩) વાંચતા રહેજો રાજ (૪) ભારતના સ્વાતંત્ર્યનો ઈતિહાસ. કરાઓકે ફિલ્મી ગીત સ્પર્ધા તા.૧૯ના ગુરૂવાર, ડાન્સ ફીએસ્ટા સ્પર્ધા તા.૨૦ શુક્રવાર વિશિષ્ટ ટેલેન્ટ સ્પર્ધા તા.૨૧ના શનિવાર. વિવિધ સ્પર્ધાઓનું સંચાલન મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ વિવિધ શાળા - કોલેજના આચાર્યશ્રીઓ કરનાર છે.

તસ્વીરમાં આચાર્યો સર્વશ્રી વિનોદભાઈ ગજેરા, ભરતસિંહ પરમાર, શૈલેષભાઈ સોજીત્રા, સ્વાતીબેન પંડ્યા અને ભાવનાબેન જોષી નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(4:12 pm IST)