રાજકોટ
News of Monday, 16th December 2019

ટ્રેડમાર્ક, પેટન્ટ, કોપીરાઈટ, ડીઝાઈન અને સ્કીલ ડેવલોપમેન્ટ અંગે સેમીનારઃ એચ.કે.આચાર્ય એન્ડ કંપનીનો કાર્યક્રમ

ગોપાલ સ્નેકસના બિપીન હદવાણી સહિતના ફૂડ ઈન્ડસ્ટ્રીઝના ઉત્પાદકોની હાજરી

રાજકોટઃ ગુજરાતનું એંઁજિનીયરિંગ હબ ગણાતા શહેરના મેટોડા જીઆઈડીસીમાં મે.એચ.કે આચાર્ય એન્ડ કંપની અને સહયોગી માર્કપેન્ટ ઓઆરજી અને ગુજરાત સરકારનું સાહસ ધ સેંટર ફોર આંત્રપ્રન્યૌરશીપ ડેવલોપમેન્ટ (સી.ઈ.ડી.) દ્વારા જેશન મેટોડા ઈનોવિક હોટલ્સમાં ટ્રેડમાર્કસ, પેટન્ટ, કોપીરાઈટ, ડીઝાઈન અને સ્કીલ ડેવલોપમેન્ટ અંગેની જાણકારી આપવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ફૂડ ઈન્ડસ્ટ્રીઝ અને એંજિનીયરિંગ ઈન્ડસ્ટ્રીઝના ઉત્પાદકો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે મહેમાનોનું મે.એચ.કે.આચાર્ય એન્ડ કંપનીના એકિઝકયુટીવ ડાયરેકટર અને માર્કપેટન્ટ ઓર્ગના ટ્રસ્ટી શ્રી ઓમકાર આચાર્યએ સ્વાગત કરીને સેમિનારની શરૂઆત કરેલ. મુખ્ય અતિથિ ફૂડ ઈંડસ્ટ્રીઝ મે- ગોપાલ સ્નેકસ પ્રા.લી.ના ડાયરેકટર શ્રી બીપીન હદવાનીએ જણાવ્યુ હતું કે આજના સમયમાં બિઝનેસને નામાંકિત અને વિકસિત બનાવવા માટે ટ્રેડમાર્કસ, પેટન્ટ, કોપીરાઈટ, ડીઝાઈન અને સ્કીલ ડેવલોપમેન્ટ ઉપયોગ ખુબ જ જરૂરી છે અને આપણું સદનસીબ છે કે આજે ટ્રેડમાર્કસ, પેટન્ટ, કોપીરાઈટ, ડીઝાઈન (આઈપીઆર લો) કાયદા નિષ્ણાંત મે.એચ.કે. આચાર્ય એન્ડ કંપનીના એડવોકેટસ આવેલા છે તેઓ આપણને માહિતી આપશે.

ગુજરાત સરકારનું સાહસ ધ સેંટર ફોર આંત્રપ્રન્યૌરશીપ  ડેવલોપમેન્ટ (સીઈડી) ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ સી.એસ.ભગત દ્વારા આ લઘુ અને મધ્યમ કક્ષાનાં ઉદ્યોગ માટે સેન્ટરની પ્રવૃતિ અને હેતુ અંગેની વિસ્તૃત માહિતી આપી હતી.

મે.એચ.કે. આચાર્ય એન્ડ કંપનીના એડવોકેટ અને ટ્રેડમાર્કસ એજન્ટ શ્રી કેતન ભટ્ટ દ્વારા ધંધાના વિકાસ માટે ટ્રેડમાર્કસ કોપીરાઈટ, ડીઝાઈન કેટલા ઉપયોગી છે તેની જાણકારી આપી હતી.

મે.એચ.કે. આચાર્ય એન્ડ કંપનીના પેટન્ટ એજન્ટ ઈશાની વછરાજાનીએ પેટન્ટ કેવી  રીતે લઈ શકાય અને ઉદ્યોગમાં કેવી રીતે ઉપયોગી થાય છે તેની વિસ્તૃત માહિતી આપી હતી. એડવોકેટ  નિલેશ નાયક દ્વારા આઈ.પી.રાઈટ્સનું પ્રોટેકશન કાયદા દ્વારા કેવી રીતે લઈ શકાય છે અને તેનાથી બિઝનેશમાં ફાયદાની વિગતવાર માહિતી આપી હતી. કંપનીના ફોરેઈન રિલેશન ડિવિઝનના હેડ દીક્ષીતા ભટ્ટે જણાવ્યુ હતું કે તમારા બિઝનેશને ફકત ભારત પૂરતો સીમિત ન રાખતા એક્ષપોર્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર વિકસાવી શકો છો અને વધારે નામના અને વધુ નફો કરી શકો છો તે રીતે બિઝનેશમાં ઈમ્પોર્ટ- એક્ષપોર્ટ કેટલું મહત્વ છે તેની જાણકારી આપી હતી.

આઈ.પી.નિષ્ણાંત શ્રી પદમીનભાઈ બુચ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ. શ્રી આશિષ કાચાએ આભારવિધી કરેલ.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:52 pm IST)