રાજકોટ
News of Monday, 16th December 2019

રપ ડીસેમ્બરે પવિત્ર નાતાલઃ ૪ હજાર ખ્રિસ્તીઓમાં ઉત્સાહ...

રાજકોટ : આજથી ૯ માં દિવસે રાજકોટ શહેરમાં દુનિયાને પ્રેમ અને અહિંસા... કરૂણતાનો પ્રેમ ભર્યો સંદેશ આપનાર ગોડ ઇસુના જન્મદિન પવિત્ર નાતાલ તહેવારની દબદબાભેર ઉજવણી થશે.... શહેરના ૪ હજાર ખ્રિસ્તી ભાઇ-બહેનોમાં પવિત્ર નાતાલ તહેવાર... ભગવાન ઇસુના જન્મ દિનની ઉજવણી અર્થે અદ્મ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ઘરે-ઘરે ડેકોરેશન-રોશનીનો ઝગમગાટ  શરૂ થયો છે, શહેરના દરેક ચર્ચ-બિશપ હાઉસ ખાતે ડેકોરેશન - રોશની ભગવાન ઇસુના જન્મ દિનના ફલોટની તૈયારીઓ શરૂ થઇ છે, ર૪ મીની રાત્રે ચર્ચ-દેવળોમાં ૧ર વાગ્યે ભગવાન ઇસુના જન્મ દિનની ઉજવણી થશે રપ થી તા. ૩૧ સુધી ક્રિસમસ-બાઇબલનું વાંચન-સહિતના કાર્યક્રમો થશે.  (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:49 pm IST)