રાજકોટ
News of Monday, 16th December 2019

સૌરાષ્ટ્ર યુનિ.ના સિન્ડિકેટ સભ્ય હરદેવસિંહ જાડેજાના સુપુત્ર સત્યજીતસિંહનો શાહી લગ્નોત્સવ રજવાડી ઠાઠ સાથે સંપન્ન

રાજયના પૂર્વ મુખ્યમંત્રી, રાજયમંત્રી મંડળના સભ્યો, ધારાસભ્યો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો સહિતના અનેક મહાનુભાવોની હાજરી

રાજકોટઃ  હાલ રાજકોટ મુળ વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયાના વતની અને છેલ્લા ર૫ વર્ષથી રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી આગવી સૂઝબૂઝથી વિશાળ મિત્રવર્તુળ ઉભું કરી સમાજ જીવનમાં - જાહેર જીવનમાં રાજકીય ક્ષેત્રમાં આગવું સ્થાન ઉભું કરનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય અને મોરબી જિલ્લા પંચાયતના સભ્ય, કોંગ્રેસ અગ્રણી શ્રી હરદેવસિંહ જાડેજાના સુપુત્ર સત્યજીતસિંહ જાડેજાના શાહી લગ્ન જેમાં પરંપરાગત દરબારી - કાઠીયાવાડી રીત રિવાજો ભર્યા વાતાવરણમાં શાસ્ત્રોકત મંત્રોચ્ચાર અને સંગીતની સૂરાવલીઓના સથવારે મહાનુભાવોની હાજરીમાં યોજાઈ ગયા. જેમાં ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલા, ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, ગુજરાત રાજયના રાજય કક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા (હકુભા), પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ધારાસભ્ય જાવેદ પીરઝાદા, ઉપકુલપતિ ડો.વિજય દેસાણી, વાંકાનેરના યુવરાજ કેશરીદેવસિંહ, રાજકોટ ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહયા હતા.

જાડેજા પરિવારના આંગણે યોજાયેલ આ લગ્નોત્સવમાં તમામ ક્ષેત્રોના મહાનુભાવો  ખાસ ઉપસ્થિત રહયા હતા. જેમાં રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી જિલ્લા વિકાસ અધિકારી ખટાણા સાહેબ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રામદેવસિંહજી ગોહિલ, એડીશનલ કલેકટર ડી.ડી.જાડેજા, રાજકોટ જિલ્લા પંચાયતના અર્જુનભાઈ ખાટરીયા, ગુજરાત માધ્યમિક પ્રાથમિક સંઘના પ્રમુખ શ્રી દિગ્વીજયસિંહ જાડેજા, માધ્યમિક શિક્ષણ સંઘના સભ્ય પ્રિયવદન કોરાટ, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના હેલીબેન ત્રિવેદી, જીવન કોમર્શિયલ બેન્કના એમ.ડી. નરેન્દ્રસિંહ જાડેજા, યુવા પત્રકાર જયદેવસિંહ જાડેજા (અકિલા), અનીલ દાસાણી, અમદાવાદથી હિતેન્દ્રસિંહ ઝાલા, ગોરધનભાઈ ધામેલીયા, પૂર્વ મેયર અશોકભાઈ ડાંગર,  કોંગ્રેસ અગ્રણી જીતુભાઈ ભટ્ટ, લોધીકા તાલુકા પંચાયતના પ્રમુખ હરીશ્ચંદ્રસિંહ જાડેજા, વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન સકીલ પીરઝાદા, પૂર્વ ચેરમેન ઈરફાન પીરઝાદા, વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ યુનુસફભાઈ શેરસીયા, ધ્રોલથી પધારેલા પી. એસ. જાડેજા, લોધીકા તાલુકાના યુવા અગ્રણી ભરતસિંહ જાડેજા, મનસુખ સરધારા, હડમતાળાના હરદેવસિંહજી જાડેજા, રાજકોટ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ઘોઘુભા જાડેજા, ખોડુભા જાડેજા, રાજકોટ માર્કેટિંગ યાર્ડના હરદેવસિંહ જાડેજા, ભાવનગર માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન જીતેન્દ્રસિંહ ચુડાસમા, પરસોતમભાઈ સાવલીયા, જાણીતા શિક્ષણશાસ્ત્રી ડો.ભદ્રાયુભાઈ વછરાજાની, ભાનુભાઈ પંડયા, સિન્ડીકેટ સભ્ય મેહુલભાઈ રૂપાણી, ડો.ભરત રામાનુજ, ડો.અનિરૂદ્ઘસિંહ પઢિયાર, ડો.પ્રવિણસિંહ ચૌહાણ, ડો.ધરમ કાંબલીયા, કોમર્સ ફેકલ્ટીના ડીન ડો.દક્ષાબેન ચૌહાણ, એજયુકેશન ફેકલ્ટીના ડીન ડો.નિદત બારોટ, અધરધેન ડીન ડો.જનકભાઈ મકવાણા, લો ફેકલ્ટીના ડીન મયુરસિંહ જાડેજા, ડી.વી. મહેતા, સામાજિક અગ્રણી મુકેશ દોશી, જાણીતા ઈન્ટીરીયલ ડીઝાઈનર હરેશભાઈ પરસાણા, ડો.અમિતભાઈ હપાણી, યુવા ઉદ્યોગપતિ કિરીટભાઈ આદ્રોજા, સુનીલ વોરા, ઉપેનભાઈ મોદી, અમીત ભાણવડીયા, વિજય દોશી, રાકેશ ભાલાળા, સુનીલ મહેતા, ઘનશ્યામભાઈ ઢોલરીયા, જેન્તીભાઈ જેરાજ (મોરબી), બલભદ્રસિહ (રવાપર), હરેનભાઈ મહેતા, રશ્મીન પટેલ, રામદેવસિંહ જાડેજા, રાજદિપસિંહ (કાંગશીયાળી), ગૌરાંગ ઠકકર, યુવા બિલ્ડર કિરીટભાઈ પટેલ, સુખદેવસિહ ઝાલા (માથક), અશોકસિંહ જાડેજા (કડીયાણા)ે, જામનગરના પોલિસ અધિકારી અજયસિંહ જાડેજા (સોળીયા), રંગોલી રેસ્ટોરન્ટના પરષોતમભાઈ કોરાટ, યુવા અગ્રણી ભીમાભાઈ કેશવાલા, ઘનશ્યામભાઈ હેરભા, પ્રદિપ ડવ, હિરેન ખીમાણીયા, ભરતસિંહ જાડેજા (વાગુદળ), વિજય સખીયા, અરવિંદ તાળા, કિર્તિદેવસિંહ ગોહિલ, કસ્ટમના શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, વાંકાનેર તાલુકા પી.એસ.આઈ. આર.પી. જાડેજા, લખધીરસિંહ જાડેજા (રોજીયા), જાણીતા બિલ્ડર આર.પી.જાડેજા, ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પી.ટી.જાડેજા, દાનુભા જાડેજા (દોમડા), યુવરાજસિંહ જાડેજા (ચાંપાબેડા), આર.એમ. જાડેજા, નરેન્દ્રસિંહ વાઘેલા (કુંડળ), મહિપતસિંહ (ભરૂડી), અશોકસિંહ વાઘેલા, રાજદિપસિંહ જાડેજા, રઘુભા જાડેજા, જયુ ડાડા (મહુવા), વનરાજસિંહ જાડેજા (વાવડી), વિરેન્દ્રસિંહ ઝાલા (સમલા), સંદેશના નિવાસી તંત્રી જયેશભાઈ ઠકરાર સહિતના અસંખ્ય મહાનુભાવો આ શાહી લગ્નોત્સવમાં જોડાયા હતા.

શ્રી દિલાવરસિંહ કાળુભા જાડેજા, શ્રી ક્રિષ્નાબા દિલાવરસિંહ જાડેજાના સુપુત્ર  શ્રી હરદેવસિંહ જાડેજા અને શ્રી જયોતિબા જાડેજા - શ્રી ક્રિપાલસિંહ જાડેજા અને શ્રી જયશ્રીબા જાડેજાના આંગણે યોજાયેલ આ શાહી લગ્નોત્સવ હર્ષોઉલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે સંપન્ન થયા હતા.

(3:42 pm IST)