રાજકોટ
News of Monday, 16th December 2019

વિદેશી દારૂના અનેક ગુનામાં સામેલ અશોક સિંધલ પાસામાં ધકેલાયો

રાજકોટ તા.૧૬ : શહેરના અલગ-અલગ વિસ્તારમાં વિદેશી દારૂના અનેક ગૂન્હામાં સામેલ શખ્સને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયો છે.

શહેરના ભકિતનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં વિદેશી દારૂ સાથે ભકિતનગર પોલીસે અશોક ગોવિંદભાઇ સિંધવ (ઉ.૩૯)(રહે. જંગલેશ્વર મહાત્માં ગાંધી સોસાયટી શેરી નં. ૧ ભવાની ચોક) ની ધરપકડ કરી હતી આ શખ્સને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના પીઆઇ એસ.એન.ગડુ, હેડ કોન્સ રાજુભાઇ દડેકવાલ, શૈલેષભાઇ રાવલ, અજયભાઇ શુકલા, ઇન્દ્રજીતસિંહ, રાહુલગીરીએ દરખાસ્ત કરતા પોલીસ કમિશન મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા ભકિતનગર પોલીસ મથકના પીઆઇ. વી.કે.ગઢવી, પીએસઆઇ પી.બી.જેબલીયા, હેડ કોન્સ. નિલેષભાઇ, ઘનશ્યામભાઇ, રણજીતસિંહ, સલીમભાઇ, વાલજીભાઇ તથા હોમગાર્ડ હાર્દિકભાઇ સહિતે અશોક ગોવિંદભાઇ સિંઘવની પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલમાં ધકેલી દીધો હતો.

(3:42 pm IST)