રાજકોટ
News of Monday, 16th December 2019

આવતા શનિવારે જૂના - નવા ગીતોની ચેરીટી ઈવેન્ટ

સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા ડિવાઈનફીલ ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજન : વૃદ્ધાશ્રમના વડીલોના હસ્તે દિપપ્રાગટ્ય : આવક સેવાકીય હેતુ માટે ઉપયોગમાં લેવાશે

રાજકોટ, તા. ૧૬ : ડિવાઈનફીલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તા.૨૧ ડિસે.ના શનિવારે જૂના નવા ગીતોની ચેરીટી ઈવેન્ટ યોજાયેલ છે.

યુવાનો દ્વારા સંચાલિત ડિવાઈનફીલ ચેરીટેબલ ટ્રસ્ટ સેવા સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી અનેકવિદ સેવાયજ્ઞ જેમકે વૃદ્ધાશ્રમમાં જઈ હૂંફની આપ-લે, નાના બાળકોના મુખપર હાસ્ય લાવવાનો પ્રયાસ, સમયાંતરે થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પ, ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ, ફ્રી સર્વરોગ આયુર્વેદિક કેમ્પ, ઉનાળામાં શહેરની દૂર જરૂરીયાતમંદ લોકોને છાશ, નાના ભુલકાઓને ચપ્પલ વિતરણ, વિવિધ તહેવારોએ પતંગ - ફટાકડા મિઠાઈનું બાળકોમાં વિતરણ કરી રહેલ છે.

આગામી શનિવારે તા.૨૧ના રોજ રાત્રે ૯:૩૦ કલાકે હેમુગઢવી હોલ, રાજકોટ ખાતે એક સંગીતમય ચેરીટી ઈવેન્ટનંુ આયોજન કરેલ છે. જેમાં નામાંકિત ગાયકો દ્વારા લતા, મુકેશ, રફીના ગીતોથી સંધ્યા જામશે. આ કાર્યક્રમના ખાસ આમંત્રિત વૃદ્ધાશ્રમના વડીલો હશે જેને જૂના ગીતોનો આનંદ આપી તેમના જ હાથે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત થશે.

કાર્યક્રમ કન્સેપ્ટ શ્રી મનોજભાઈ રાવલ અને સુનિલ મેનન (એવરગ્રીન વોઇસ), રાજેન્દ્ર ખીરા (વોઈસ ઓફ મુકેશ), નયના શર્મા (વોઈસ ઓફ આશા - લતા), તથા અમી ગોસાઈ (વોઈસ ઓફ લતા - આશા) પોતાના સુરીલા અવાજમાં આ સંગીત સંધ્યાને નવાજશે. મ્યુઝીક ડાયરેકટર શ્રી તુષાર ગોસાઈ તથા તેમની ટીમ મ્યુઝીક આપશે.શહેરના વૃદ્ધાશ્રમના વૃદ્ધોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને આગળ વધારવામાં આવશે. કાર્યક્રમ આપણા બધાનો જ છે માત્ર મનોરંજન હેતુ નથી તેમાથી આવતી રકમથી કોઈના મુખ પર હાસ્ય, કોઈની જીવન જરૂરીયાત તથા કોઈના જીવનમાં પ્રકાશ ફેલાવવાનો ઉમદા હેતુ રહેલો છે. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંસ્થાના પ્રમુખ ભરતભાઈ પરમાર મો.૯૮૨૫૨ ૫૯૮૭૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે. પાસ મેળવવા માટે હેમુ ગઢવી હોલ ખાતે સાંજે ૬ થી ૮ સંપર્ક કરવો.આ કાર્યક્રમને સફળ બનાવવા છેલ્લા ઘણા સમયથી કમલભાઈ શીંગાળા, પિયુષભાઈ વેદ, પ્રશાંતભાઈ તન્ના, મહેશભાઈ ઉનાગર, કૈલાશભાઈ લાલાણી, રાજુભાઈ ભીમાણી, વિજયભાઈ પટેલ, કિશોરભાઈ ભીમાણી, ચિરાગભાઈ પટેલ, દેવાંગભાઈ દુધરેજીયા, રણછોડભાઈ રાઠોડ, કિરીટભાઈ, શ્રી ચાવડા, ભાવેશભાઈ પટેલ અને રાજુભાઈ જોટાણીયા, અલ્પેશભાઈ ભાડજા તથા ક્રિપાલસિંહ વાઘેલા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:38 pm IST)