રાજકોટ
News of Monday, 16th December 2019

રાજકોટમાં ૧૧.૮ : આ મહિનાના અંત સુધીમાં પારો ૧૦ ડિગ્રીની નીચે પહોંચી જશે

રાજકોટ : છેલ્લા બે ત્રણ દિવસથી રાજકોટ શહેરમાં ઠંડીનું પ્રમાણ થોડું વધ્યુ છે. ઠંડા પવન ફૂંકાતા હોય ઠંડીનો અહેસાસ વધુ થઈ રહ્યો છે. શહેરીજનો ગરમ વસ્ત્રોમાં જ જોવા મળી રહ્યા છે. આજરોજ શહેરમાં ૧૧.૮ ડિગ્રી આસપાસના લઘુતમ તાપમાન જોવા મળશે. આ મહિનાના અંતિમ દિવસોમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીની વચ્ચે પહોંચી જશે તેવી પૂરી શકયતા છે. તસ્વીરમાં ગરમ વસ્ત્રો સાથે સજ્જ શહેરીજનો નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:37 pm IST)