રાજકોટ
News of Monday, 16th December 2019

જ્ઞાનમાર્ગ કરતાં કર્મ અને ભકિત માર્ગઃ રઘુવંશીઓની તાસીર

લોહાણા ઇતિહાસની દૃષ્ટિએ બહારથી આવ્યા છે અને ગુજરાતી બની ગયા છે. નૃવંશશાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો એ વધારે પડછંદ છે.

એમનાં હાડકાં અને કાંડા મોટાં છે, શરીર પર વાળ વધારે અને અવાજની ખુમારી ગુજરાતી છે.

લોહાણા સ્ત્રીઓ ગોરી કરતાં ધોળી વધારે છે.

લોહાણાઓએ ઘણા વીરો પેદા કર્યા છે, પણ વીરાંગનાઓની સંખ્યા પણ કમ નથી.

આજે પણ કોઈ લોહાણા પરિવાર જોઈએ તો વીરાંગનાઓનાં દર્શન થાય જ છે!

કચ્છમાં હોય, કલકત્તામાં હોય કે કમ્પાલામાં હોય, લોહાણા માટે હિંમત પ્રાકૃતિક છે.

હજાર વર્ષ પહેલાં પણ હતી, આજે પણ છે, સો વર્ષ પછી પણ હશે. લોહીની તાસીર એ જ છે.

લોહાણામાં દરેક પાંચમા માણસને 'કાકુભાઈ' કહી શકાય! સંસ્કૃતમાં કાકુના અર્થ થાય છે : ક્રોધથી સ્વરનો પડતો ફરક અથવા કરડાકી કે વ્યંગમાં બોલાય એ! રામને માટે પણ સંસ્કૃતમાં કાકુત્સ્થ શબ્દ વપરાય છે.

શ્રી રામના પુત્ર લવ એ લોહાણાઓના આદિપિતા.

ક્ષત્રિયોની ૧૮ શ્રેણીઓમાંથી એકનું નામ હતું લવાન.

બહુવચન 'લવાનામ્' આ 'મ્'નો લોપ થયો, લવાનામાંથી લવાણા થયું.

પછી લુહાણા, લોહારણા લોહાણા કાળક્રમે થતું ગયું.

ચીનાઓ એમને લોઈ તરીકે અને હિન્દુઓ લોહજાતિ તરીકે ઓળખતા.

ઘણાં બધાં કેન્દ્રો હતાં એમનાં : પંજાબનું લવકોટ એટલે લાહોર, કાશ્મીરનું લોહર, મુલતાન પાસેનું લોહાનપુર, કાબુલ જિલ્લામાં લોહર નામનું નગર, પંજાબ અને સિંધના લોહાન વિસ્તારો! કર્નલ ટોડ લાહોરને લવપુર કે લોહકોટ ગણતો હતો.

આજે લોહાણા જ્ઞાતિની ૮૪ અવટંકો અથવા અટકો છે.

દસમી સદીની આસપાસ લોહાણાઓએ આક્રમક તુર્ક જાતિઓથી ટક્કર લીધી અને અંત સુધી લડતા રહ્યા.

હજાર વર્ષના આ લડાયક ઇતિહાસે લોહાણા પ્રજાને એક અખૂટ હિંમત આપી છે જે આજે પણ જુદાં જુદાં ક્ષેત્રોમાં જોવા મળે છે.

કહેવાય છે કે મુલતાનના કિલ્લામાં લોહાણા સરદાર જસરાજે, ચંગેઝખાનનું માથું ઉતારેલું - પણ ઈતિહાસે આ વાતને પુષ્ટિ આપી નથી.

ઈતિહાસકાર અતા માલિક જુબૈનીનું 'તારીખ-ઈ-જહાંકુશી' ૧૨૫૫માં. એણે ૧૨૦૫માં બનેલી ઘટના વિષે લખ્યું છે  : 'ઝેલમ ઓળંગીને સુલતાને સિંધુને કિનારે પડાવ નાખ્યો.'

બપોરના આરામને સમયે બે-ત્રણ હિન્દુઓ પાણી પરથી આવ્યા અને શાહી તંબુ પર આગની જેમ ત્રાટકીને સુલતાનની કતલ કરી.

આ સુલતાન એ પૃથ્વીરાજ ચૌહાણને હરાવનાર અને ભારતીય ઇતિહાસનો કુખ્યાત શાહબુદ્દીન ઘોરી! અને એની કતલ કરનાર હિન્દુઓ ખખ્ખર એટલે લોહાણા હતા!

શાહબુદ્દીન કે મહમ્મદ ઘોરીનો વધ કરનાર લોહાણા એ વખતે પૂરા ઉત્ત્।ર-પશ્ચિમમાં ફેલાયેલા હતા.

ત્યાર પછી દસમી-અગિયારમી સદીમાં લોહાણા પ્રજાનું કચ્છ-કાઠિયાવાડ તરફનું સ્થળાંતર શરૂ થાય છે.

વીર જસરાજ કે રણમલ લાખા જેવાં નામો ઇતિહાસનાં પાના ઉપર છે.

આઝાદીના આંદોલન સમયે દસ વર્ષના અમૃતલાલ કારિયાને રાજકોટમાં પિકેટિંગ માટે પકડવામાં આવ્યો. કોર્ટે પ્રશ્ન કર્યો ૅં 'તારૃં નામ શું?' છોકરાઓ ઉત્ત્।ર આપ્યો  : ઇન્કિલાબ (ક્રાન્તિ)! અને એને બાર ફટકાની સજા થઈ હતી!

ઘાટકોપરમાં જન્મેલા પુરૂષોત્તમ મેઘજી કબાલી ૧૯૨૯માં 'એ' પાઈલટનું લાઈસન્સ પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય હતા. ઈટાલીના સરમુખત્યાર મુસોલિનીએ એમની મુલાકાત લીધી હતી.

લોહાણામિજાજમાં દાન કરવું એ બહુ મોટી વાત નથી. પણ એક પ્રસંગ નોંધપાત્ર છે.

દ્વારકાના હેમરાજ બેટાઈ

૧૯૪૨માં નેતાજી સુભાષચંદ્ર બોઝના સંપર્કમાં આવ્યા. નેતાજીના એલાન પર એમણે પોતાનું ૧૮ લાખ ૮૦ હજારનું ઝવેરાત એ દિવસોમાં દેશને માટે આપી આઝાદ હિંદ સરકારમાં જોડાયા પછી આઝાદ હિંદ બેન્કની સ્થાપનામાં સાથે રહ્યા હતા.

દેશ સ્વતંત્ર થયા પછી રાષ્ટ્ર તરફથી એમને સુવર્ણચંદ્રક પ્રદાન થયો હતો.

સિંધથી ગુજરાતમાં આવેલી પ્રજાઓ પછી કે આઝાદી પછી હિજરત કરી આવેલા સિંધી નિરાશ્રીતો હોય, વધારે કટ્ટર હિન્દુ રહ્યા છે.

એમની જીવનપ્રવૃત્ત્િ।ઓ પર સાધુ, સંતો તથા ધર્મગુરૂઓનો વધારે પ્રભાવ રહ્યો છે અને અન્ય હિંદુ ધર્મીઓ કરતા જ્ઞાનમાર્ગ કરતાં કર્મ માર્ગ અને ભકિતમાર્ગ એમના સ્વભાવને વધારે માફક આવે છે. માટે જ જાતિ-સ્વમાન કયારેક વટનો પ્રશ્ન બની જાય છે.

લોહાણા સમાજ વધારે વ્યવસ્થિત અને સંસ્થાકીય રહી શકયો છે એનું પણ આ કારણ છે.

એવો પણ આરોપ મુકાય છે કે અન્ય જાતિઓને પોતાના વર્તમાનમાં રસ છે. મોટાં નામોમાં રસ છે, પણ જાતિની પ્રગતિનો શુદ્ઘ અભ્યાસ કરવામાં વૈજ્ઞાનિક રસ નથી. લોહાણાઓ માટે આ લાગુ પડતું નથી.

'લોહાણા હિતેચ્છુ' નામનું પ્રથમ મુખપત્ર ૧૯૧૫માં પ્રકટ થયેલું અને સમસ્ત લોહાણા પરિષદનું પ્રથમ અધિવેશન ૧૯૧૦ના ડિસેમ્બરમાં ભરાયેલું!

૧૯૧૫માં પચીસ વર્ષના લાલજી નાગજી ગણાત્રાએ 'લોહાણા હિતેચ્છુ' પત્ર શરૂ કર્યું. સાહિત્યકારોને એ જાણીને રસ પડશે કે એ જ વખતે કનૈયાલાલ માણેકલાલ મુનશી નામના એક લેખક 'ભાર્ગવ' નામના એક જ્ઞાતિપત્રકના સંચાલક હતા અને એમણે એવી હિમાયત કરી હતી કે જ્ઞાતિપત્રો સંયુકત કાઢવાં જોઈએ.

'લોહાણા હિતેચ્છુ' એ પછી કિશોરલાલ લાલજી ગણાત્રા ઉર્ફે કાકુભાઈના આયોજન નીચે સ્વસ્થતાથી દાયકાઓ સુધી ચાલ્યુ, આજે સો વર્ષે પણ તેમના ભત્રીજા તુષાર હર્ષદભાઈ ગણાત્રા ચલાવે છે.

એની ફાઈલોમાં માત્ર લોહાણાઓનો જ નહીં, પણ સમસ્ત ગુજરાતી પ્રજાનાં ઈતિહાસ, સમાજશાસ્ત્ર, વિધપ્રવૃત્ત્િ।ઓ, બદલાતા વ્યવહારોનો રેકોર્ડ સચવાયેલો છે જે અભ્યાસીઓ માટે મૂલ્યવાન છે.

૧૯૧૦માં પ્રથમ સમસ્ત લોહાણા પરિષદ મુંબઈમાં ભરાઈ હતી. એ પછી ઘણી પરિષદો ઘણાં કેન્દ્રોમાં ભરાતી રહી છે.

પૂર્વ આફ્રિકામાં પણ મોબ્બાસા, કમ્પાલા અને કિસુમુ ખાતે પરિષદો ભરાઈ છે.

જાતિની સંઘશકિતએ લોહાણાઓને ઘણું આપ્યું છેઃ વિદ્યાર્થી ભવનો, કન્યા છાત્રાલયો, હુન્નરશાળાઓ, પુસ્તકાલયો, વ્યાયામશાળાઓ, આરોગ્ય ધામો, સેવાટ્રસ્ટો, દવાખાનાં, સ્કૂલ ને કોલેજો, વિકાસગૃહો! પણ નવી પેઢી આ જ્ઞાતિવાદને કયાં સુધી સ્વીકારે છે? આજના જ્ઞાતિ - સમૂહલગ્નોનો પ્રારંભ પણ રાજકોટ લોહાણા સમાજે કરેલ.

કચ્છ-કાઠિયાવાડ સુધી પહોંચેલા લોહાણા વીસમી સદીમાં ફરીથી ફેલાતા ગયા.

લોહાણા સ્થળાંતરની એક વિચિત્રતા જોવા જેવી છે.

લોહાણા અન્ય જાતિઓની જેમ મુંબઈને બદલે આફ્રિકા ગયા!

કદાચ મુંબઈ કરતાં એમને આફ્રિકાના યુગાન્ડા અને કેન્યા અને તાન્ઝાનિયા અને અન્ય દેશોની પ્રગતિમાં વધારે પ્રદાન આપવું હશે.આજે એ ઈંગ્લેન્ડ અને કેનેડાનાં મેદાનો સર કરવા પાછળ છે.

યુગાન્ડાનાં બે વિશ્વપ્રસિદ્ઘ ઉદ્યોગપ્રતિષ્ઠાનો - માધવાણી અને મહેતા - લોહાણા છે.

૧૯૭૨માં દુઃશાસક ઈદી અમીને જે ખાનાખરાબી શરૂ કરી એમાં બંને ઘરાનાને દેશ છોડવો પડ્યો.

માધવાણી ઉદ્યોગનું કેન્દ્ર લંડન બન્યું, પણ હવે માર્ચ ૧૯૮૦માં યુગાન્ડાની નવી સરકારે ફરીથી આ બંને પ્રમુખ પ્રતિષ્ઠાનોને એમનાં કારખાનાં, વ્યવસાયો, ઉદ્યોગો શરૂ કરવા માટે આમંત્રણ આપ્યું છે - તેમાં ૫૧ ટકા સરકારનો હિસ્સો રહેશે બાકી આ પ્રતિષ્ઠાનોનો!

આટલાં વર્ષો પછી એક સરકારને આ બંને ગુજરાતી નામોની રાષ્ટ્રીય વિકાસ માટે જરૂર પડી શકે છે એ આશ્ચર્યકારક પણ છે અને સુખદ પણ છે.

'આરંભે શૂરા ગુર્જરો'વાળો કટાક્ષ કદાચ લોહાણા સંસ્થાનોને લાગુ પડતો નથી.

ગુજરાત-કાઠિયાવાડ-કચ્છમાં તો લોહાણા સંસ્થાઓ ગામેગામ છે, મુંબઈ અને ઉપનગરોમાં લોહાણા સખાવતોના ફળસ્વરૂપ ઊભી થયેલી સંસ્થાઓ અજાણ નથી, પણ ઠેઠ કિસુમુમાં લોહાણા કન્યા છાત્રાલય છે!

દારેસલામમાં હિન્દુ નર્સરી સ્કૂલ છે અને દૂર ઓરિસ્સાના બ્લાગીટમાં લોહાણાઓનું ગાંધી અધ્યયન મંદિર પણ ચાલે છે.

કોચીનમાં મોંઘીબાઈ ધર્મશાળા હોય તો મથુરામાં ગંગાબાઈ ધર્મશાળા છે.

એકલા કરાંચીમાં ૧૧ લોહાણા સંસ્થાઓ ચાલે છે અને નાસિક-ત્ર્યંબકમાં ૧૬ લોહાણા ધર્મશાળાઓ છે!

દેશમાં ૪૧ વિદ્યાર્થીભવનો અને છાત્રાલયો છે અને ૪ આફ્રિકામાં છે, છતાં લોહાણાઓ માટે એ બહુ મોટી વાત નથી.

પણ કેટલાં બધાં વર્ષોથી આ સંસ્થાઓ ચાલે છે : રાજકોટના ગોંડલ રોડની લોહાણા બોર્ડિંગ હાઉસનું સ્થાપના વર્ષ છે : ૧૮૯૬!

(સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ મેસેજના આધારે)

(11:38 am IST)