રાજકોટ
News of Monday, 16th December 2019

રૈયા ચોકડી પાસેના રાધીકા પાર્કના બકાલાના વેપારીનું બેભાન હાલતમાં મોત

પટેલ મહેન્દ્રભાઇ હિરાણીએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૬: રૈયા ચોકડી નજીક રાધીકા પાર્ક મદન મોહનની હવેલીવાળી શેરીમાં રહેતાં શાકભાજીના વેપારી મહેન્દ્રભાઇ બાબુલાલ હિરાણી (પટેલ) (ઉ.વ.૪૫) રાત્રે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને રવિભાઇએ જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. બી. જે. ખેરએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારને બ્લડ કેન્સર હતું. તેઓ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર છે.

(11:36 am IST)