રાજકોટ
News of Sunday, 16th December 2018

વાવડીમાં બાલાજી વેફર્સના કર્મચારી યુવરાજસિંહ રાણાને ભાવેશ ઉર્ફ બબ્બને કડાથી માર માર્યો

રાજકોટઃ કોઠારીયા સોલવન્ટ ગુ.હા. બોર્ડ કવાર્ટર નં. ૨૬૬૨માં રહેતાં અને વાવડી બાલાજી વેફર્સ એજન્સીમાં નોકરી કરતાં યુવરાજસિંહ લખુભા રાણા (ઉ.૨૩) નામના યુવાનને શનિવારે સાંજે તે કારખાનેથી છુટીને ઘરે જતો હતો ત્યારે રસ્તામાં ભાવેશ ઉર્ફ બબ્બન પોતાનું બુલેટ રાખીને સાફ કરતો હોઇ યુવરાજસિંહની ગાડી સ્હેજ અડી જતાં તેણે બોલાચાલી કરતાં યુવરાજસિંહે માફી માગી લીધી હતી. આમ છતાં ભાવેશે ઉશ્કેરાઇ જઇ ગાળો દઇ હાથમાં પહેરેલા કડાથી માથા-મોઢા પર માર મારતાં નાકમાંથી લોહી નીકળવા માંડતાં સારવાર માટે દાખલ થવું પડ્યું હતું. તાલુકાના એએસઆઇ જે. ડી. વાઘેલાએ ભાવેશ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

 

(11:38 am IST)