રાજકોટ
News of Saturday, 15th December 2018

વિંછીયામાં ઇન્દ્રનિલના લોકડાયરામાં કોંગ્રેસના ઉમેદવારનો પ્રચારઃ તંત્ર દ્વારા નોટીસ ફટકારાઇ

IB નો રીપોર્ટ અને વીડીયો શુટીંગની કલીપ જોયા બાદ R.O. દ્વારા નિર્ણય ગાયના નામે ડાયરો યોજી રાજકીય ભાંભરડા

રાજકોટ તા. ૧પઃ જસદણ પેટાચૂંટણીના મતક્ષેત્રમાં આવતા વિંછીયામાં ગૌસેવાના નામે લોકડાયરો યોજી કોંગ્રેસના લાભાર્થે પ્રચાર કરવા બદલ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજયગુરૂને ચૂંટણી અધિકારીએ નોટીસ ફટકાર્યાનું જાણવા મળે છે.

કોંગ્રેસથી છુટા પડી ગયેલા ઇન્દ્રનિલ રાજયગુરૂ દ્વારા ડાયરામાં કોંગ્રેસ તરફી પ્રચાર કરાયાની વિડીયો શુટીંગ સહિતની માહિતી સામે આવતા ચૂંટણી અધિકારીએ નોટીસ આપી છે. ચૂંટણી અધિકારીએ ડાયરાનો ખર્ચ કોંગ્રેસના ખાતામાં ગણી લીધો છે. ઘટના અંગે ચૂંટણી પંચની વડી કચેરીને જાણ કરવામાં આવી છે.

(3:37 pm IST)