રાજકોટ
News of Friday, 16th November 2018

જાન્યુઆરીમાં 'રાજકોટથી શ્રીનાથજી' પદયાત્રા

શ્રી વલ્લભ પદયાત્રા સંઘ દ્વારા વિનામૂલ્યે આયોજનઃ ૧૭ દિવસમાં ૫૫૦ કિ.મી.નો રૂટ કાપશેઃ 'ગિરીરાજ ધરણ કી જય'ના નાદોથી રસ્તા ગુંજી ઉઠશેઃ નામ નોંધણી શરૂ

રાજકોટ, તા. ૧૬ :. શ્રી વલ્લભ પદયાત્રા સંઘ દ્વારા 'ગિરીરાજ ધરણ કી જય'ના ગુંજનાદ સાથે રાજકોટથી શ્રીનાથજી (રાજસ્થાન) ધામે પદયાત્રાનું આયોજન કરેલ છે.

તા. ૭-૧-૨૦૧૯ને સોમવારના રોજ પ્રારંભ થનાર અંદાજે ૫૫૦ કિ.મી.ની અને ૧૭ દિવસની આ પદયાત્રા સંપૂર્ણપણે વિનામૂલ્યે યોજવામાં આવેલ હોવાનું શ્રી વલ્લભ પદયાત્રા સંઘના આયોજક કિશોરભાઈ બુદ્ધદેવની યાદીમાં જણાવાયુ છે.

અંદાજે ૫૫૦ કિ.મી.ની આ પદયાત્રા રાજકોટથી તા. ૭ જાન્યુઆરીના સોમવારે શરૂ થઈ ચોટીલા, લીંબડી, બગોદરા, અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગર, શામળાજી, ખેરવાડા, ઉદયપુર, એકલીંગજી થઈને તા. ૨૩ના શ્રીનાથજી પહોંચશે. દરેક પદયાત્રીક વૈષ્ણવ ભાઈઓ તથા બહેનો શ્રીનાથજીમાં બે દિવસનો મુકામ કરશે અને શ્રીનાથજી પ્રભુના દર્શનનો અનેરો અને અનન્ય લાભ લેશે.

૧૭ દિવસની પદયાત્રામાં દરેક વૈષ્ણવોને સવારે ચા-નાસ્તો બપોરે તથા રાત્રીના ભોજનની વ્યવસ્થા તથા રસ્તામાં મળવા આવનાર સગા-સંબંધી તથા મિત્રો-સ્નેહીની પ્રસાદની વ્યવસ્થા તથા રસ્તામાં દરેક સ્થળોએ રાત્રી રોકાણની વ્યવસ્થા તથા રસ્તામાં પ્રાથમિક જરૂરીયાતની મેડીકલ વ્યવસ્થા તેમજ દરેક વૈષ્ણવોને શ્રીનાથજીમાં બે દિવસ રહેવા તથા જમવાની વ્યવસ્થા શ્રી વલ્લભ પદયાત્રા સંઘના આયોજકો દ્વારા વિનામૂલ્યે કરવામાં આવનાર છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી વલ્લભ પદયાત્રા સંઘના આયોજક કિશોરભાઈ બુદ્ધદેવ, ગિરીશભાઈ કુંકણા, જીગરભાઈ ભગદેવ, શશીભાઈ બુદ્ધદેવ, ચેતનભાઈ વાગડીયા, શ્યામભાઈ કારીયા, નાગરદાસ કાનાણી, અરવિંદભાઈ (અનીડાવાળા) વગેરે કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

પદયાત્રાની વધુ વિગતો માટે સંઘના આયોજક કિશોરભાઈ બુદ્ધદેવ - શ્રી વલ્લભ પદયાત્રા સંઘ ણૂ/ં પટેલ આઈસ્ક્રીમ, અમીન માર્ગ ઉપર સાંજે ૪ થી ૬ રૂબરૂ અથવા મો. ૯૮૨૫૦ ૭૫૨૧૯, ૮૧૫૪૦ ૩૩૭૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:14 pm IST)