રાજકોટ
News of Friday, 16th November 2018

શનિ- રવિ વાલ્મીકી સમાજની ઓપન ગુજરાત ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન

૧૬ ટીમો વચ્ચે મુકાબલાઃ ચેમ્પિયન- રનર્સઅપ ટીમને રોકડ ઈનામોઃ શ્રીરામ ક્રિકેટ ટીમ દ્વારા ચૌધરીના મેદાનમાં પ્રથમ વખત આયોજન

રાજકોટ,તા.૧૬: શ્રી રામ ક્રિકેટ ટીમ દ્વારા વાલ્મીકી સમાજ માટે ઓપન ગુજરાત ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં તા.૧૭-૧૮ (શનિ- રવિ) આયોજીત આ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ઉદ્દઘાટન ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠીયા અને પૂર્વ કોર્પોરેટર શ્રી કરસનભાઈ વાઘેલાના હસ્તે થશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશ્નર શ્રી સિધ્ધાર્થ ખત્રી અને મ્યુ.કમિશ્નર શ્રી બંછાનિધી પાની ઉપસ્થિત રહેશે.

બે દિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ૧૬ ટીમો વચ્ચે જંગ ખેલાશે. લીગ મેચો ૧૦- ૧૦ ઓવર અને ફાઈનલ ૧૨ ઓવરનો રમાશે. ચેમ્પિયન ટીમને ૩૦ હજાર રોકડ અને રનર્સઅપ ટીમને ૧૫ હજાર રોકડ ઈનામો તેમજ મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સીરીઝને શિલ્ડ અને બૂટ આપવામાં આવશે.

ઈનામ વિતરણ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શ્રીમતી બીનાબેન આચાર્ય- મેયરશ્રી, શ્રી નીતીનભાઈ ભારદ્વાજ- ગુજરાત પ્રદેશ અગ્રણી, શ્રી કરશનભાઈ વાઘેલા- પૂર્વ કોર્પોરેટરશ્રી, મુખ્ય મહેમાનશ્રી કમલેશભાઈ મીરાણી- શહેર ભાજપ પ્રમુખ, શ્રી અશ્વિનભાઈ મોલીયા- ડેપ્યુટી મેયર, શ્રી દેવાંગભાઈ માંકડ- મહામંત્રી, શ્રી કિશોરભાઈ રાઠોડ- મહામંત્રીશ્રી ઉપસ્થિત રહેશે.

આયોજનને સફળ બનાવવા સર્વેશ્રી દશરથ પુરબીયા, ઈશ્વરભાઈ ગડીયલ- પૂર્વ પટેલશ્રી, દિનેશભાઈ પુરબીયા, ભાવિનભાઈ મકવાણા, અર્જુનભાઈ ચૌહાણ, રોહિતભાઈ વાઘેલા, યોગીભાઈ ગડીયલ, કુંજભાઈ ગડીયલ, રવિ મકવાણા, અનિલ વાઘેલા, શેલેષ પરમાર, સંજય ગોરી જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:12 pm IST)