રાજકોટ
News of Friday, 16th November 2018

ઓપન ગુજરાત રેપીડ ચેસ ટૂર્નામેન્ટ

વન્ડર ચેસ કલબ, મેરીડેન બેન્કવેટસ અને ગેસ્ફોર્ડ કલબ દ્વારા : અન્ડર-૯,૧૩,૧૭ અને ઓપન કેટેગરીઃ ૪૦૦થી વધુ ખેલાડીઓ ભાગ લેશે

રાજકોટ,તા.૧૬: વિશ્વમાં બુધ્ધિમાની શ્રેષ્ઠ રમતોમાં જે રમતનું અદકેરૂ સ્થાન છે તે ચેસ રમતનું તા.૧ તથા ૨/૧૨ના રોજ મેરીડેન બેન્કવેટસ રાજકોટ ખાતે એકી સાથે યુ-૯, યુ-૧૩, યુ-૧૭ તથા ઓપન કેટેગરી એમ ૪ પ્રકારની ચેસ ટુર્નામેન્ટ જાજરમાન આયોજન કરવામાં આવેલ છે.

આ ટુર્નામેન્ટમાં ઓપન કેટેગરીમાં ભાગ લેનારે તા.૧ના રોજ બપોરે ૧ કલાકે રીપોર્ટ કરવાનો રહેશે તથા પ્રથમ રાઉન્ડ સાર્પ ૩ કલાકે શરૂ કરવામાં આવશે. કુલ સાત રાઉન્ડ રહેશે. બાળકોમાં તા.૨ના રોજ ૮:૩૦ કલાકે રીપોર્ટ કરવાનો રહેશે તથા પ્રથમ રાઉન્ડ ૯ કલાકે શરૂ કરવામાં આવશે. કુલ પાંચ રાઉન્ડ રહેશે. ભાગ લેનાર દરેક  ખેલાડીઓ માટે ચા- નાસ્તા ભોજનની વ્યવસ્થા ગૌરવ ત્રિવેદી વન્ડર ચેસ કલબ તરફથી રાખવામાં આવેલ છે.

ભાગ લેનાર દરેક ખેલાડીએ પોતાના ચેસ સેટ અને ચેસ કલોક સાથે લાવવાની રહેશે. આ ટુર્નામેન્ટ સ્વિસલીગ પધ્ધતિથી રમાડવામાં આવશે. એન્ટ્રી તા.૩૦ સુધીમાં સ્વીકારવામાં આવશે. એન્ટ્રી સ્વીકારવાના સ્થળ (૧) વન્ડર ચેસ કલબ, ૨૧૩- ડેકોરા સ્કવેર, આઈઆઈસીઆઈ બેંક, સાધુવાસવાણી મેઈન રોડ, રાજકોટ, (૨) ગેસફોર્ડ ચેસ કલબ, કિરીટ પાન, યાજ્ઞિક રોડ, રાજકોટ, (૩) મેરીડેન બેન્કવેટસ, યુનિક આર્કેડ, પુષ્કરધામ મેઈન રોડ, યુનિવર્સીટી રોડ, રાજકોટ વધુ વિગત તથા વોટસઅપ એન્ટ્રી માટે સંપર્ક ગૌરવ ત્રિવેદી મો.૯૯૧૩૫ ૮૯૨૦૮, અભય કામદાર મો.૭૯૮૪૮ ૪૨૬૨૫, કિશોરસિંહ જેઠવા મો.૯૯૨૫૨ ૪૮૫૨૧, જય ડોડીયા મો.૯૨૭૬૮ ૩૫૧૧૪

બાળકોમાં દરેક કેટેગરીમાં પ્રથમ ૧ થી ૧૦ વિજેતાઓને કેસ પ્રાઈઝ તથા ચેસ બુક, ચેસ સેટ તથા શિલ્ડ અને મેડલ આપીને પ્રોત્સાહીત કરવામાં આવશે. જયારે ઓપન કેટેગરીમાં પ્રથમ ૭ હજાર રોકડ કેશ પ્રાઈસ અને ચેમ્પિયનશીપ ટ્રોફીના ઈનામ સાથે કુલ ૭૫ ઈનામો સાથે ૩૮ હજાર રોકડ ઈનામો રાખવામાં આવેલ છે. આ સાથે બેસ્ટ સ્કૂલ, બેસ્ટ કોલેજ તથા બેસ્ટ એકેડમીમાં પ્રથમ દરેક વિજેતાને ગીફટ અને બીજા તથા ત્રીજા વિજેતાને ટ્રોફી તથા બેસ્ટ ફિમેલ પ્લેયર, બેસ્ટ અનરેટેડ, બેસ્ટ સિનિયર સીટીઝન તથા બેસ્ટ રાજકોટ પ્લેયરને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે. બહારગામથી આવતા ચેસ પ્લેયર્સ માટે રહેવાની ડોરમેન્ટ્રીની સગવડતા રાખેલ છે.

આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે વન્ડર ચેસ કલબ રાજકોટના ફાઉન્ડર ગૌરવ ત્રિવેદી સેક્રેટરી અભય કામદાર, ગેસ્ફોર્ડ ચેસ કલબ સેક્રેટરી કિશોરસિંહ જેઠવા, હર્ષદભાઈ ડોડીયા, દિપકભાઈ જાની, ડાયનેમિક ચેસ એકેડમીના સેક્રેટરી મનીષભાઈ પરમાર, અશ્વિનભાઈ ચૌહાણતથા વલ્લભભાઈ પીપરીયા જહેમત ઉઠાવી રહેલ છે.

આ ટુર્નામેન્ટમાં આદિત્યરાજ જલુ તથા પ્રશાંતસિંહ ચૌહાણ (ઓનર ઓફ દેવ મોટર્સ, રોયલ એન્ફિલ્ડ, રાજકોટ- મોરબી), પિનાકીનભાઈ પાંચાની (પ્રોપરાઈટર વેનસ ઈન્ડસ્ટ્રી પ્રા.લી.), રાકેશ વાછાણી જનરલ મેનેજર, મીતા મેરીડેન બેન્કવેટર (વેન્યુ પાર્ટનર) બાવીસી સીરામીકસ રાજકોટ, નટુભાઈ સોલંકી  (પ્રમુખ ગેસફોર્ડ ચેસ કલબ), જીમીભાઈ દક્ષિણી (પ્રમુખ પી.પ્રભુદાસ ચેસ કલબ), હાર્દિક દવે (ડાઈરેકટર નાઈન સિનેસીટી), વિકીભાઈ શાહ (પ્રોપરાઈટર ફિટનેસ-૫), પ્રણવ પટેલ (પ્રોપરાઈટર ગ્લોબલ પ્રિન્ટ મીડીયા)નો સહયોગ પ્રાપ્ત થયેલ છે.

આ ટૂર્નામેન્ટમાં આર્બીટર તરીકે તથા કો- આર્બીટરની ભૂમિકા અતુલભાઈ માકડીયા સેવા પ્રદાન કરશે.

આયોજનમાં વન્ડર ચેસ કલબ રાજકોટના કિશોરસિંહ જેઠવા, ગૌરવ ત્રીવેદી, અભય કામદાર, રાકેશ વાછાણી જોડાયા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:12 pm IST)