રાજકોટ
News of Friday, 16th November 2018

જસદણના ગઢડીયામાં જમીનના ડખ્ખામાં વિજુબેન કોળી પર હુમલો

કોટુંબીક ભત્રીજો જેન્તી સહિતના શખ્સો તૂટી પડ્યાઃ રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૧૬: જસદણના ગઢડીયા ગામે રહેતાં વિજુબેન રમેશભાઇ ચાવડા (ઉ.૪૦) નામના કોળી મહિલા પર સાંજે પાંચેક વાગ્યે ગામમાં હતાં ત્યારે તેના કોૈટુંબીક ભત્રીજા જેન્તી મોતીભાઇ કોળી તથા તેની સાથેના બીજા લોકોએ મળી હુમલો કરતાં માથામાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ છે.

હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે જસદણ પોલીસને જાણ કરી હતી. વિજુબેનના કહેવા મુજબ તેના પતિ ખેતી કરી ગુજરાન ચલાવે છે. જમીન બાબતે કુટુંબીઓ સાથે વાંધો ચાલતો હોઇ જેનો ખાર રાખી ભત્રીજા જેન્તી સહિતનાએ મળી પાઇપ-ધોકાથી હુમલો કરતાં પોતાને માથામાં ઇજા થઇ હતી.

(3:04 pm IST)